Home Crime જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં બે આરોપીઓના જામીન હાઇકોર્ટે કર્યા મંજૂર – જાણો...

જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં બે આરોપીઓના જામીન હાઇકોર્ટે કર્યા મંજૂર – જાણો કોણ છૂટ્યું?

2794
SHARE
ભાજપ નેતા જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં ચાલતા કાયદાકીય જંગ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે બે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે ભચાઉના એડવોકેટ હરેશ કાંઠેચાની અખબારી યાદી અનુસાર હાઇકોર્ટે રાહુલ જેન્તીલાલ પટેલ અને નીતિન વસંતભાઈ પટેલને જામીન મુક્ત કર્યા છે ગત જાન્યુ. ૨૦૧૯ ના પ્રારંભે જ જેન્તી ભાનુશાલીની હત્યા કરાયા બાદ સીટની પોલીસ ટીમે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં જ રાહુલ અને નિતીનને ઝડપ્યા હતા. ભુજ નજીક આવેલા છબીલ પટેલના નારાયણ ફાર્મમાં કામ કરતા રાહુલ જેન્તીલાલ પટેલ અને નીતિન વસંતભાઈ પટેલ ઉપર શાર્પ શૂટરોને આશરો આપ્યાનો આરોપ હતો. રિમાન્ડ પુરા થયા બાદ તેઓ ગત ફેબ્રુઆરી મહિનાથી જેલમાં હતા. તેમનો ૯ મહિના પછી જામીન ઉપર છુટકારો થયો છે. ગુજરાત હાઇકોર્ટમાં આ કેસમાં આરોપીઓ રાહુલ અને નિતીનના વકીલ તરીકે સીનીયર એડવોકેટ યોગેશ લાખાણી, સહિત સુરેશ પટેલ, હિતેન્દ્રસિંહ વાઘેલા, હરેશ કાંઠેચા રહ્યા હતા. જોકે, સીટની તપાસમાં જેન્તી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય આરોપી એવા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, જેન્તીલાલ ઠકકર (ડુમરા) હજી જેલમાં છે. જ્યારે મનીષા અને સુરજીતભાઉ તાજેતરમાં જ પકડાયા છે. જ્યારે એક આરોપી નિખિલ થોરાટ હજીયે વોન્ટેડ છે.