Home Current શું સરકારે 700 કરોડની જમીન મુન્દ્રામાં અદાણીને 86 કરોડમાં આપી દીધી?

શું સરકારે 700 કરોડની જમીન મુન્દ્રામાં અદાણીને 86 કરોડમાં આપી દીધી?

1637
SHARE
કચ્છના મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટને સસ્તી કિંમતે જમીન આપવાનો મુદ્દો આમતો લાંબા સમયથી ચર્ચામાં છે પરંતુ વિધાનસભાના જાહેર હિસાબ સમિતીના ચેરમેન પુંજાભાઇ વંશએ તાજેરતમાંજ પોતાની ટીમ સાથે અદાણીને ફાળવાયેલી જમીન બાબતે ફેર તપાસ કરવા મુન્દ્રાની મુલાકાત લેતા આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. જો કે જાહેર હિસાબ સમિતીની મુલાકાત બાદ કોગ્રેસના પ્રદેશ આગેવાન રવિન્દ્ર ત્રવાડીએ એક પત્ર લખી વધુ ખડભડાટ સર્જયો છે હિસાબ કમીટીને તપાસમાં વિવિધ મુદ્દાઓ તપાસવાની દિશા દેવા સાથે ભાજપની સરકાર પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે.

શુ અદાણીને વનવિભાગ હસ્તકની કિંમતી જમીન સસ્તી કિંમતે અપાઇ?

રવિન્દ્ર ત્રવાડીએ લખેલા પત્રમાં જણાવાયુ છે કે વનવિભાગ હસ્તકની 1840 હેક્ટર જમીન સરકારે રેવન્યુમાં ફેરવી અદાણીને માત્ર 86 કરોડ રૂપીયામાં આપી દીધી પરંતુ જો સરકારે રેવન્યુ જંત્રી મુજબ અદાણીને જમીન આપી હોત તો તેની કિંમત 700 કરોડથી વધુ થાત પરંતુ ચેરિયા ધરાવતી આ જમીન પર ચેરીયા ન હોવાનુ જણાવી સરકારે કિંમતી જમીન સસ્તી કિંમતે આપી સરકારી તીજોરીને નુકશાન અને અદાણીને ફાયદો કરાવ્યો છે જેથી નિચેના મુદ્દાઓને લઇ તપાસ કરવી જેમાં કમીટીના ચેરમેન રાજ્યના મહેસુલ મંત્રી અને કોગ્રેસના પ્રદેશ પ્રમુખને આ અંગે લેખીત પત્ર પાઠવાયો છે અને તપાસ દરમ્યાન નિચેની બાબતોને ધ્યાને લેવા પણ જણાવ્યુ છે.
– અદાણીને વનતંત્ર પાસેથી લઇ ફાળેવાયેલી 1840 હેક્ટર જમીન રેવન્યુ ટાઇટલ હેઠળ ગણી શુ તેના પર રેવન્યુ પ્રીમીયમ લેવાવુ ન જોઇએ જો આમ થયુ હોત તો જંત્રી કિંમત મુજબ સરકારી તીજોરીમાં 700 કરોડ જમા થાત
– અદાણીએ મુન્દ્રાની જમીનના બદલે લખપતમાં વનવિભાગને લઇ આપેલી જમીન પણ સરકાર પાસેથી સસ્તા દરે ખરીદી હતી જો ચેરીયા ધરાવતા એરીયાની જમીન હોય તો પણ જમીનના ભાવ 3000 કરોડ થાત પરંતુ તે સસ્તી કિંમતે આપી દેવાઇ હોવાનુ અનુમાન છે જેની તપાસ થવી જોઇએ
– મુન્દ્રામાં અદાણીને સ્પેશીયલ ઇકોનોમીક ઝોન માટે જે જમીન ફાળવાઇ છે તેની તદ્દન નજીકના વિસ્તારમાં જ મુન્દ્રા કોસ્ટગાર્ડે પણ જમીન ખરીદી છે જેની પાસેથી સરકારે 3200 રૂપીયા મીટર જંત્રી ભાવ ગણી જમીન આપી છે જ્યારે અદાણીને માત્ર 30 રૂપીયા મીટર જમીન ફાળવી દેવાઇ છે જે તપાસ કમીટીના ધ્યાને મુકાયું છે
– જાહેર હિસાબ સમિતીના તાજેતરનાજ અહેવાલની વિગતો ટાંકી રવિન્દ્ર ત્રવાડીએ જણાવ્યુ છે. કે પોર્ટ નજીક મીઠાના અગરોની 5300 એકર જમીન પૈકી 3400 એકર જમીનનુ ભાડુ 23 લાખ રૂપીયા વાર્ષીક ગણી દર વર્ષે તેમાં 20ટકાના વધારા પર મુંલ્યાકંન સમિતી દ્વારા નક્કી કરવાના ભાવોના મુદ્દા પર કેગના અહેવાલ પર સમિતી દ્વારા શું પગલા લેવાયા છે અથવા લેવાઇ શકે તેનુ માર્ગદર્શન આપવુ

5000 હેક્ટર જમીન સસ્તી કિંમતે આપી દેવાઇ ?

ન માત્ર વનવિભાગ હસ્તકની જમીન પરંતુ મુન્દ્રામાં અદાણીને ફાળવાયેલી તમામ જમીન રેવન્યુ જંત્રી મુજબ અપાઇ નથી તો બદલામાં અપાયેલી જમીન પણ સસ્તી કિંમતે અપાઇ છે તેવા સમસણતા આક્ષેપો સાથે વનવિભાગ,રેવન્યુ અધિકારી અને સરકાર તમામ વિભાગોની ભુમીકા અંગે યોગ્ય તપાસ થાય તેવી માંગ રવિન્દ્ર ત્રવાડીએ કરી છે.
રાજ્યના પારદર્શક વહીવટમાં વિશ્ર્વાસ વધુ મજબુત કરવાની વાત સાથે લખાયેલા આ પત્ર માં ઉપરોક્ત તમામ મુદ્દાઓને લઇને તપાસ કમિટીનુ ધ્યાન દોરાયુ છે અને ન્યાયીક તપાસની માંગ પણ કરાઇ છે જો કે લાંબા સમય પછી ફરી અદાણીને ફાળવાયેલી જમીનનો મુદ્દો ચર્ચામાં આવતા ઉદ્યોગજગત અને રાજકીય વર્તુળોમાં ફરી આ કિસ્સો ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે ત્યારે જોવુ રહ્યુ હિસાબ સમિતી ન્યાયીક તપાસ અને પત્રના મુદ્દાઓને લઇને ક્યારે કોઇ નિષ્કર્ષ પર પહોચે છે.