આફ્રિકાના ટાન્ઝાનિયા દાર-એ -સલામ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરનો 61મોં પાટોત્સવ દબદબાભેર ઉજવાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત ભુજ મંદિરના સંતો અને હરિભક્તોએ વિવિધ ધાર્મિક આયોજનમાં ભાગ લઈને વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યેની આસ્થા ઉજાગર કરી હતી આ આયોજન દરમ્યાન નિષ્કુળાનંદ રચિત ધીરજ આખ્યાન ગ્રંથ પરાયણનો બહોળી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો જેમાં ભુજથી પધારેલા સંતો જ્ઞાનપ્રકાશ સ્વામી, અક્ષરપ્રકાશ સ્વામી,કૃષ્ણજીવન સ્વામી,કૃષ્ણસ્વરૂપ સ્વામી,ઘનશ્યામનંદન સ્વામી,શ્રીપ્રકાશ સ્વામી,કૃષ્ણપ્રકાશ સ્વામી સહિતના સંતોએ આ આખ્યાનનો મર્મ સમજાવી ઉપસ્થિત હરિભક્તોને ધીરજ અને સંયમનો ઉપદેશ આપ્યો હતો આ પ્રસંગે શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસીયા,પ્રવીણભાઈ પિંડોરિયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિ મહેમાનોના સન્માન દરમ્યાન શ્રી ગોપાલભાઈએ કચ્છમાં થઇ રહેલા સામાજિક કાર્યો તેમજ સેવાકીય પ્રવૃત્તિનો ચિતાર આપ્યો હતો અને સમાજ દ્વારા ઉપલબ્ધ સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો વિદેશમાં રહીને સતત હરિ સ્મરણ કરતા હરિભક્તોની આસ્થાને બિરદાવતા સંતોએ ભારતીય સંસ્કૃતિ અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની સમર્પણ ભાવનાને જાળવી રાખવાનો અનુરોધ કરીને વર્તમાન સમયમાં સંયમ અને ધીરજ પર ભાર મુકવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે મહાઅભિષેક, શાકોત્સવ,મહાપુજા,અન્નકૂટ, મહાઆરતી જેવા વિવિધ આયોજનો પણ કરાયા હતા.