Home Current ભુજમાં ફુડપોઇઝનિંગની અસરથી બે બાળકોના મોત : માતા પિતા સારવાર તળે

ભુજમાં ફુડપોઇઝનિંગની અસરથી બે બાળકોના મોત : માતા પિતા સારવાર તળે

1537
SHARE
ભુજમાં રહેતા એક પરિવારને ખોરાકી ઝેરની અસર થતા બે બાળકોના મોત થયા છે જયારે માતા પિતા સારવાર હેઠળ છે જાણવા મળેલી વિગત મુજબ રિલાયન્સ મોલ પાછળ ભાનુશાલી નગર પાસેની વસાહતમાં રહેતા વિજયભાઈ વિશ્રામ સોલંકી, તેમના પત્ની પૂનમબેન,
તેમના સંતાનો પુત્ર ધવલ (8 વર્ષ), પુત્રી માનસી (14 વર્ષ) ખોરાકી ઝેરની અસરનો ભોગ બન્યા હતા જેમાં બંને બાળકોના મૃત્યુ નિપજ્યા છે અને માતા પિતા ભુજની અદાણી જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ગત રાત્રે રિલાયન્સ મોલ સામે આવેલી લારીમાંથી વડાપાઉં અને બટેટાનું શાક લઈને પોતાને ઘેર બનાવેલી ખીચડી આરોગ્યા બાદ આ પરિવારને ખોરાકી ઝેરની અસર થઇ હોવાનું આ અસરગ્રસ્તોને
હોસ્પિટલ લઇ આવનાર તેમના પરિવારના પ્રકાશભાઈ સોલંકીએ જણાવ્યું હતું રાત્રે જમ્યા બાદ સવારે સફાઈ માટે બાજુવાળા બહેને દરવાજો ખટખટાવતા આ બનાવ સામે આવ્યો હતો આ સમયે બે બાળકો બેભાન હાલતમાં જણાયા હતા ત્યારબાદ 108 દ્વારા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન ડો.જી.એસ.કાલરીયાએ બાળકોને મૃત જાહેર કર્યા હતા, પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છ.