બંદરીય શહેર મુન્દ્રામાં સામાજિક અને સેવાના કાર્યોમાં સદાય તત્પર રહીને લોકસેવા કરતી જન સેવા સંસ્થાના કાર્યની નોંધ લઈને
એન્કરવાલા અહિંસાધામ તરફથી આ સંસ્થાને અહિંસા એવોર્ડ દ્વારા સન્માનિત કરાઈ હતી પ્રાગપર રોડ સ્થિત એન્કરવાલા અહિંસાધામ સંસ્થા તરફથી વિવિધ સેવાકીય પ્રવ્રુતીઓ કરતા 5 મહાનુભાવોને અહિંસા એવોર્ડથી સન્માનિત કરાયા હતા આ સન્માન સમારોહમાં પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા અને સંસ્થાના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ સંઘોઈએ જન સેવા સંસ્થાના રાજ સંઘવીને અહિંસાએવોર્ડ અર્પણ કરી તેમનું વિશિષ્ટ સન્માન કર્યું હતું આ પ્રસંગે જન સેવા ના માર્ગદર્શક અને પ્રેરક પ્રબોધ ભાઈ મુનવર તથા સંસ્થાના અસલમ માંજોઠી ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે તારાચંદભાઈ છેડા એ જણાવ્યું હતું કે ભૂખ્યા લોકોને અન્ન આપવું અને દીન દુખીયા લોકોની સેવા કરતી જન સેવા સંસ્થાની સેવા ને બિરદાવુ છું તો સંસ્થાના રાજ સંઘવીએ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 3વર્ષ થી મુંદરામાં જન સેવા સંસ્થા કાર્યરત છે અને સંસ્થા દ્વારા કાર્યરત જલારામ ખીચડી ઘરના 200ગુરુવાર પૂર્ણ થવાની તૈયારી માં છે નગર ના વિવિધ દાતાઓ તરફ થી પ્રાપ્ત થતાં જૂના કપડા , રમકડાં , પગરખા સહિત ની અંદાજે 75000વસ્તુઓ ગરીબ વસાહતના જરૂરત મંદ સુધી પહોંચતી કરી છે તેમજ લગ્ન પ્રસંગે , લૌકિક પ્રસંગે અન્ય શુભ પ્રસંગોએ ભોજન સમારોહ બાદ વધેલી અંદાજે 50.000કિલ્લો રસોઈ ગરીબો ના ઝૂંપડા સુધી પહોંચતી કરી છે તેમજ મા બાપથી વિખૂટા પડેલા 15જેટલા બાળકોને જન સેવા એ પોલીસ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચતા કર્યા છે નગર ની આજુબાજુ ભૂલમાં મુંદરા આવી ગયેલા 12જેટલા માનસિક વિકલાંગો ને ભુજની માનવ જ્યોત સંસ્થા સુધી પહોંચતા કર્યા છે જન સેવા દ્વારા મુંદરા ની સરકારી હોસ્પિટલ માં આવતા દર્દીઓ ને દાતા ના સહયોગ થી ફ્રૂટ્સ અને બિસ્કીટ નું વિતરણ કરવામાં આવે છે જયારે વિવિધ દાતાઓના સહયોગ થી નગર ના જરૂરત મંદ લોકો ને જીવન વપરાશ ની રાશનકિટો નું વિતરણ કરવામાં આવે છે સંસ્થા દ્વારા હાલ કડકડતી ઠંડી માં વિવિધ દાતાઓ તરફ થી ખુલ્લા ઝૂંપડામાં રહેતા લોકો ને 250 જેટલા ગરમ ધાબડા નું વિતરણ કરાયું હતું સંસ્થા સેવાકીય પ્રવ્રુતિ દરમ્યાન “ભૂખ્યા ને અન્ન આપો “અને અન્ન નો બગાડ કરશો નહીં “એ સૂત્રો સાથે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલી છે
બહુજ ટૂંકા સમયમાં મુન્દ્રા તથા કચ્છમાં પોતાની સેવાકીય પ્રવૃત્તિથી અન્ય સેવાભાવીઓને પ્રેરણા આપનાર જન સેવા સંસ્થા તથા રાજ સંઘવી સહિતના કાર્યકરોને બિરદાવતા અહિંસાધામના ટ્રસ્ટીઓ અને અગ્રણીઓએ સામાજિક કાર્ય કરતા અન્ય લોકોને પણ આવા કાર્યમાં આગળ આવવાની અપીલ કરી હતી.