Home Current ભુજની મહિલા કોલેજનાં ‘પીરિયડ્સ’ પ્રકરણમાં યુનિવર્સીટી બાદ પોલીસ અને મહિલા આયોગ પણ...

ભુજની મહિલા કોલેજનાં ‘પીરિયડ્સ’ પ્રકરણમાં યુનિવર્સીટી બાદ પોલીસ અને મહિલા આયોગ પણ સક્રિય થયા

1629
SHARE
ન્યૂઝ4કચ્છ નેટવર્ક. ભુજ કચ્છનાં ભુજમાં આવેલી એક મહિલા કોલેજમાં ‘પિરિયડ્સ’ એટલે કે માસિક ધર્મને લઈને કરવામાં આવેલી તપાસ બાદના જુદા જુદા ટ્વીટસ જોવા મળી રહ્યા છે પોતાના અધિકાર ક્ષેત્રની બહારનો વિષય હોવા છતાં તપાસ કરવા આવેલી કચ્છ યુનિવર્સીટીની ટીમથી પણ લોકોની આંખો પહોળી થઇ ગઇ હતી કોઈપણ જાતની રજુઆત કે ફરિયાદ ન હોવા છતા પોલીસ પણ જાતે તપાસ કરવા મંડી છે છેક ગાંધીનગરમાં બેઠેલા મહિલા આયોગે પણ પશ્ચિમ કચ્છ પોલીસ પાસે સમગ્ર ઘટના અંગેનો રિપોર્ટ માંગ્યો છે તપાસનાં નામે આટલો ધમધમાટ કદાચ કચ્છનાં ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નહીં હોય જો કે આટલી બધી દેખાતી સક્રિયતા વચ્ચે પણ કચ્છ યુનિવર્સીટી, પોલીસ કે અન્ય કોઈ માત્ર કાર્યવાહી જ કરી રહ્યા છે પણ કોઈ નિષ્કર્ષ કે પરિણામ સુધી પહોંચ્યા નથી.
માંડવીમાં બીચ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવા કચ્છમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આવેલા હતા ત્યારે જ ઘટના બહાર આવતા તંત્ર અને યુનિવર્સીટીથી માંડીને પોલીસ પણ સક્રિય થયી ગઈ હતી અને ટીમ રચાઈ ગઇ ઘટના સ્થળથી માંડીને છાત્રાઓ, કોલેજ-હોસ્ટેલના સત્તાવાળાનાં નિવેદનો પણ નોંધી લેવામાં આવ્યા હતા પ્રથમ દ્રષ્ટિએ જાણે કે સરકાર આ મામલે ખૂબ જ ગંભીર હોય તેવો દેખાવ જોવા મળ્યો હતો પરંતુ છેવટે જોવા જઈએ તો 68 વિદ્યાર્થીનીઓને માનસિક રીતે પ્રતાડીત કરવાનાં આ કેસમાં કોઈ પરિણામ હજુ સુધી જોવા મળ્યું નથી.
સૂત્રોનું માનીએ તો ભુજની આ શેક્ષણિક સંસ્થામાં વિવાદને ડામી દેવા માટે કચ્છ આવેલા સીએમ વિજય રૂપાણીએ તંત્રને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જેને પગલે પોતાના અધિકાર ક્ષેત્રની બહારનો વિષય હોવા છતા કચ્છ યુનિવર્સીટી સક્રિય જોવા મળી હતી જેને પગલે સમગ્ર મામલો છાત્રાઓને ટોર્ચર કરવા કરતા રાજકીય વર્ચસ્વનો હોય તેવો સૂત્રો દાવો કરી રહ્યા છે.