ન્યુઝ4કચ્છ:સમગ્ર કચ્છના સંતસંગીઓમા ચર્ચા જગાવનાર સુખપર મારામારીના ગુ્ન્હામા એક વર્ષ બાદ માનકુવા પોલિસે આજે સુખપર સ્વામીનારાયણ મંદિરના ચાર મહિલા સંતોની વિધીવત ધરપકડ કરી છે માનકુવા પોલિસના પી. આઇ. વિક્રમ ચંપાવતે વિગતો આપતા જણાવ્યુ છે કે ફરીયાદી કાન્તી વેકરીયાએ આ ફરીયાદ નોંધાવી હતી જેમા સાંખ્યયોગી બહેનો સામે પણ આરોપો ઘડાયા હતા માર્ચ મહિનામા બનેલા આ કિસ્સામાં પાંચ શખ્સો સહિત ટોળા સામે રાયોટીંગની ફરીયાદ દાખલ થઇ હતી જેમા વિવિધ નિવેદનો બાદ પોલિસે આજે હંસાબેન કેરાઇ. રમીલાબેન વેકરીયા મખીબેન વેકરીયા સુંદરબાઇ રાબડીયાની ધરપકડ કરી છે આજે વિવિધ સમાજના આગેવાનો અને અન્ય સાંખ્યયોગી બહેનો આ કાર્યવાહી બાદ માનકુવા પોલિસ મથકે દોડી આવ્યા હતા સામે સામે થયેલી આ ફરીયાદમા અગાઉ પોલિસે કાર્યવાહી કર્યા બાદ લાંબા સમયથી આ મામલો ચર્ચામા હતો જેમા રાજકીય દબાણ અને ભલામણો વચ્ચે પોલિસે આજે વિધિવત કાર્યવાહી કરી હતી જો કે સાંખ્યયોગી મહિલાઓની ધરપકડથી સમગ્ર કચ્છના હરિભક્તો અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોમા આ ઘટનાને લઇ નારાજગી જોવા મળી રહી છે