Home Current કોરોના અપડેટ : કચ્છમાં રાહત : માનવતાની મહેક અવિરત

કોરોના અપડેટ : કચ્છમાં રાહત : માનવતાની મહેક અવિરત

505
SHARE
દુનિયાની સાથે દેશમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં હવે વધારો થઇ રહ્યો છે લોકડાઉનના અમલ વચ્ચે વધુ નવા કેસો આવતા દેશમાં કુલ કેસોની સંખ્યા ૧૫૫૦ પહોંચી છે જ્યારે મૃત્યુનો આંક ૩૨ થયો છે સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ૧૦૨ છે.મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા ૩૦૦થી પણ ઉપર પહોંચી ચુકી છે, ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી છે. ભારત સરકાર તરફથી લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લા માટે થોડી રાહતના સમાચાર એ છે કે કચ્છમાં હજુ એકજ કેસ નોંધાયો છે જિલ્લા આરોગ્ય અધિકારી ભુજ દ્વારા અપાયેલી માહિતી અનુસાર અત્યાર સુધી દાખલ કરાયેલા કેસ – ૧૭ છે અત્યાર સુધી દર્દીઓના નેગેટિવ રિપોર્ટ –૧૬,પોઝીટીવ રિપોર્ટ ની સંખ્યા – ૧હાલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી -૧, ઈન્સ્ટીટયૂટમાં કોરેનટાઈન – ૭૬, હોમ કોરેનટાઈન – ૪૭૨૧, આશા/આંગણવાડી કાયઁકર દ્વારા ઘેર ઘેર જઈને કરવામાં આવેલ સવેઁ :કુલ ટીમો : ૨૧૧૬ કુલ ઘરો : ૮,૩૮,૭૫૯ તપાસ કરાયેલા કુલ વ્યકિતઓ : ૨૦,૭૧,૧૪૫ ફલુ વાળા રીફર કરેલા દદીઁઓ : ૮૦૬તંત્રના પ્રયાસો વચ્ચે લોકોમાં હજુ પણ જોઈએ તેટલી જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે હજુ પણ લોકોએ સરકારની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ કરવાની જરૂર છે.

લોકો વહાવી રહ્યા છે સહાયની સરવાણી

જિલ્લાની સરહદ પર જાપ્તો સખ્ત કરાયો છે પોલીસ તંત્ર ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યું છે લોકડાઉનના અમલ વચ્ચે પોલીસ અને પ્રજામાં પણ માનવતાની સરવાણી વહી રહી છે રાજગોર સમાજ ભુજના સમાજરત્ન અગ્રણી શ્રી રેવાશંકર નરભેરામ માકાણી પરિવારના દેવકૃપા ગ્રુપ તરફથી ભુપેન્દ્રભાઈ,મહેન્દ્રભાઈ,રીષિભાઈ અને મિતભાઈએ વડાપ્રધાન રાહતનિધિમાં 1લાખ એકહજાર તેમજ મુખ્યમંત્રી રાહતનિધિમાં 1લાખ એકહજાર મળીને કુલ 2 લાખ 2 હજારનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો.એકંદરે લોકો રોકડ સહાયથી માંડીને રાશનકીટ અને જરૂરિયાતમંદોને જરૂરી સામગ્રીનું વિતરણ કરી રહ્યા છે તો ફરજ પર તૈનાત કર્મચારીઓ માટે પણ લોકો સેવાકીય અભિગમ દાખવીને કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે

લોકડાઉનની સ્થિતિમાં ભૂલા પડેલા બાળકને વહારે આવી જનસેવા સંસ્થા

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનના છઠ્ઠા દિવસે મુંદરાની જન સેવા સંસ્થાને લોકડાઉનમાં 12વર્ષ નો બાળક ફસાયેલો જોવા મળ્યો હતો સંસ્થાના રાજ સંઘવી રાત્રે જૂના બંદર રોડ પર જલારામ બાપાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રાત્રિના સુમસામ રસ્તા પર 12વર્ષનો ચંદુ નામનો બાળક વાહનની રાહ જોઈ ઊભેલો જોવા મળ્યો હતો સંસ્થાના રાજ સંઘવીએ આ બાળકની દરકાર કરીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે હૂં રાજસ્થાનનો છું અને પોર્ટ નજીક એક હોટલમાં કામ કરું છું ગત રાત્રિના ચંદુ ત્યાંથી કોઈ પ્રાઇવેટ વાહનમાં રેલવે ફાટક પાસે પહોંચી ત્યાંથી જલારામ બાપાના મંદિરે પગે આવીને ભૂલો પડી ગયો હતો આ દરમ્યાન જન સેવાએ મુન્દ્રા પોલીસને સુપ્રત કર્યો હતો બાદમાં મુન્દ્રા પોલીસ મથકના પી.આઇ પી. કે. પટેલે ચંદુને પૂછતા તેનો પરિવાર ઝીરો પોઇન્ટ પાસે રહેતો હોવાનું જણાવ્યું હતું આ દરમ્યાન નગરના જાગૃત નાગરિક પ્રવિણ રાઠોડ પોલીસ મથકે હાજર હોઈ એ બાળકને ઓળખતા હોવાથી પી.આઇની સૂચનાથી ડી સ્ટાફની ટીમેં ભૂલા પડેલા ચંદુનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું