Home Current કચ્છનાં ગાંધીધામમાં ટ્રાફિક જોઈને મુખ્યમંત્રી રૂપાણીએ તેમની સરકારનો જ નિયમ બદલ્યો, જાણો...

કચ્છનાં ગાંધીધામમાં ટ્રાફિક જોઈને મુખ્યમંત્રી રૂપાણીએ તેમની સરકારનો જ નિયમ બદલ્યો, જાણો શુ બન્યું હતું તે દિવસે

1061
SHARE
જયેશ શાહ,ગાંધીધામ   સંવેદનશીલ હોવાનો દાવો કરીને પોતાના જ લીધેલા નિર્ણયમાં ઘણી વખત યુ ટર્ન લેનારી ગુજરાતની સરકારનો વધુ એક નિર્ણય સામે આવ્યો છે જેમાં કચ્છનાં ગાંધીધામનો ટ્રાફિક જોઈને સી.એમ રૂપાણીએ તેમના જ વાહન વ્યવહાર કમિશ્નરનો આદેશ ફેરવી નાખ્યો હતો લોકડાઉનનાં કડક અમલ અંગે દિલ્હીથી માંડીને ગાંધીનગર સુધી સતત વોચ રાખવામાં આવી રહી છે આ સંજોગોમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે તેમના ડેશબોર્ડ ઉપરથી કચ્છનાં ગાંધીધામમાં મોટી સંખ્યામાં વાહનોની અવર જવર અંગે ઠપકો આપતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મંગળવારે સવારથી જ રોડ ઉપર વાહનોને નિયંત્રિત કરીને રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા.
રાજ્યમાં લોકડાઉન સહિતની સ્થિતિ ઉપર નજર રાખવા માટે સી.એમ રૂપાણી રોડ ઉપર લાગેલા કેમેરા થકી ગાંધીનગરમાં તેમના ડેશબોર્ડનો ઉપયોગ કરી રહ્યા છે જેના ભાગરૂપે તેમણે પૂર્વ કચ્છ-ગાંધીધામનાં એસ.પી પરીક્ષિતા રાઠોડ સાથે વિડિઓ કોંફરન્સથી વાત કરી હતી જેમાં રૂપાણીએ ગાંધીધામનાં રસ્તાઓ ઉપર મોટી સંખ્યામાં દોડતા વાહનો અંગે નારાજગી વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે, “વાહનોને રેસ્ટ્રીકટ કરો નહીંતર લોકડાઉનનો અર્થ રહેશે નહીં મેં કલેક્ટરને પણ ફોન કરીને આ અંગે જણાવ્યું છે જો પોર્ટનાં વાહનો વધુ હોય તો તેમનો સમય નક્કી કરો સવારે અને સાંજે બે કલાક દરમિયાન જ વાહનો નિકળવા જોઈએ આ રીતે જો વાહનો નીકળશે તો લોકો ઉપર તેની શુ અસર પડશે?” તેમણે ગાંધીધામનાં મુખ્ય રોડ ઉપર આવેલી ચોકડી ઉપર પોલીસની હાજરી અંગે પણ એસ.પી રાઠોડને તેમના કાઠિયાવાડી લહેકામાં હળવો ઠપકો પણ આપ્યો હતો
સીએમને જવાબ આપતા એસપી પરીક્ષા રાઠોડે તેમના તાબા હેઠળના વિસ્તારમાં કંડલા પોર્ટના વાહનોને કારણે વધુ ટ્રાફિક રહેતો હોવાનું જણાવ્યું હતું લોકડાઉનનાં અમલ માટે પોલીસ દ્વારા લેવામાં આવતા માનવીય અભિગમવાળા પગલા ઉપરાંત તેમના દ્વારા લેવામાં આવેલા કાયદાકીય પગલાઓ અંગે પણ માહિતી આપી હતી.
સીએમનો ગાંધીધામનાં એસ.પી સાથે વિડિઓ કોંફરન્સ અંગેનો વિડિઓ ગાંધીનગરથી જ વાયરલ કરવામાં આવ્યો હોય તેવું વિડીઓમાં સ્પષ્ટ દેખાય છે જોકે સમગ્ર ઘટનાક્રમમાં સી.એમ રૂપાણી તેમની સરકારનાં જ નિયમોનો છેદ ઉડાવતા હોય તેવો સુર લોકોમાં જોવા મળ્યો હતો કારણ કે એક તરફ તેમની સરકારનાં વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા કોઇપણ જાતની પરમિશન કે પાસ વિના તમામ પ્રકારનાં વાહનોને પસાર થવાની મંજૂરી આપવામાં આવે છે બીજી બાજુ તેઓ સવાર અને સાંજ માત્ર બે કલાક જ વાહનોને નીકળવાની વાત કરે છે ત્યારે તંત્ર અને અધિકારીઓ સહિત લોકો પણ મૂંઝવણમાં પડી જાય છે કે આખરે તેમને લોકડાઉન માટે કોનું માનવું…?