કચ્છમા અનેક આફતો આવી છે અને લોકો સરકાર તેમજ દાતાઓની મદદથી એ આફતમાંથી ઉભરીને બહાર આવ્યા છે પરંતુ આ વખતે સ્થિતી થોડી અલગ છે કેમકે કોરોનાની મહામારી વૈશ્ર્વિક છે અને લોકોને ફરજીયાત લોકડાઉન રહેવાનુ છે અને તે વચ્ચે જોખમ સાથે સમાજસેવા કરવી થોડુ કઠીન છે જો કે સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાની મદદથી આ મહામારી વચ્ચે પણ કચ્છમા સેવાને જ કર્મ બનાવી અનેક સંસ્થા કામ કરી રહી છે જેમા માં ભારતી ચેરીટેબલ ટ્રસ્ટ અને તેના કાર્યક્રરો પણ લોકડાઉન સમયથી જ ભુજમાં વિવિધ ક્ષેત્રે સેવાનુ કાર્ય કરી રહ્યા છે જેમા વિવિધ સુરક્ષા એજન્સીના કર્મવીરો તથા કોરોના જેવી મહામારી વચ્ચે પણ સતત કામ કરતા કર્મચારીઓને માસ્ક તથા સેનેટાઇઝર જેવી આવશ્યક વસ્તુ પુરી પાડવી જેમા પોલિસ,એરફોર્સ,(MES),PGVCL,બેંક સહિત તમામ કર્મચારીને જરૂરીયાત મુજબ 4000 થી વધુ માસ્ક તથા સેનેટાઇઝરની વ્યવસ્થા કરી તેમના કામમા તેમની સુરક્ષાની ચિંતા કરી હતી સાથે સાથે વહીવટી તંત્રને લોકડાઉનમા મદદ મળી રહે તે ઉદ્દેશ સાથે જરૂરીયાત મંદ વિસ્તારમા શાકભાજી સહિતની ચીજ વસ્તુઓ લોકડાઉનના પ્રથમ દિવસથી માં ભારતી ચેરીટેબલ ટ્રસ્ટ વિતરિત કરી રહ્યું છે જેમા ભુજના આમ નાગરીકો સાથે સેવા માટે કામ કરતી માનવ જ્યોત,સરકારે ઉભા કરેલા સેલ્ટર હોમ તથા લોક સેવા સાર્વજનીક ટ્રસ્ટ, સાહેજીલાન યુવક મંડળ જેવી સંસ્થાઓને દૈનિક 700 થી વધુ શાકભાજીની કીટની વ્યવસ્થા આ સંસ્થા પુરી પાડી રહી છે તો જરૂરીયાત મંદ વિસ્તારોમા રાશન કીટ પણ પહોચાડવાનુ કાર્ય પણ ચાલી રહ્યું છે.
સંસ્થાના પ્રમુખે સેવા માટે વધુમા પિતાનું પેન્સન અને પોતાનો પગાર પણ આપી દીધો
સંસ્થાના પ્રમુખ મનિષ બારોટ આમતો તેમના સ્વર્ગસ્થ પિતાની જેમજ હમેશા સારા સેવાના કાર્યમાં આગળ જ હોય છે અને આવીજ સેવા હાલ કોરોનાની મહામારી વચ્ચે પણ તેમની સંસ્થા માં ભારતી ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી કરી રહ્યા છે જો કે તેનાથી પણ એક કદમ આગળ વધી તેમની સેવાકીય પ્રવૃતિને તેમના માતા પણ ટેકો આપતા હોય તેમ કોરોનાની મહામારી વચ્ચે ઘરમા રહેવાની સલાહ આપવાના બદલે કપરા સમયમાં જરૂરીયાત મંદ લોકોની મદદ માટે પોતાના સ્વર્ગસ્થ પતિ નારાણભાઇના 6 મહિનાના પેન્શનના રૂપીયા આ મહામારીમા સેવાકીય પ્રવૃતીમા પુત્રને વાપરવાનું કહી તેમના પરિવારની રાષ્ટ્ર સેવાના કાર્યમાં આગળ રહેવાની પરંપરાને બળ આપ્યુ છે પોતાની માતાએ આપેલા પ્રેરક બળથી સંસ્થાના માધ્યમથી સેવાકીય પ્રવૃતી ઉપરાંત મનીષભાઈ બારોટે પણ પોતાનો 6 માસનો પગાર સેવાકીય પ્રવૃતી માટે અર્પણ કર્યો છે.
સરકારની સાથે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને તેના હજારો કાર્યક્રરો આજે કચ્છમા લોકોની મદદ માટે કામ કરી રહ્યા છે તેના વચ્ચે સંસ્થાની આ સેવા પણ પ્રેરણારૂપ છે કેમકે આર્થીક અનુદાન સાથે આવી મહામારી વચ્ચે ‘પર’ સેવા નુ કાર્ય કરવુ સહેલુ તો નથી જ પણ અખંડ સેવાનો સંકલ્પ જે સંસ્થાનું સુત્ર છે તેવી માં ભારતી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ લોકડાઉનમા અવિરત કોરોના કર્મવીરોની જેમ સેવા આપી રહ્યુ છે
આ સેવાકીય કામગીરીમાં સંસ્થાના પ્રમુખ મનિષ બારોટ સહિત જય દવે રીતેષ રાઠોડ,જયસિંહ પરમાર,હિતેષ પટેલ,વિપુલ મકવાણા,ભરત સોલંકી પ્રકાશ મારાજ ,જયદિપ જંગમ,અશ્ર્વિન મકવાણા, જીતેન્દ્રસિંહ વાઘેલા,કિરીટ રાઠોડ, પ્રકાશ મહેશ્ર્વરી સહિતના કાર્યક્રરો સેવા આપી રહ્યા છે.