Home Special હવે, ઓનલાઈન શોપીંગ કંપની એમેઝોન કચ્છ માં : જાણો શું કરવા માંગે...

હવે, ઓનલાઈન શોપીંગ કંપની એમેઝોન કચ્છ માં : જાણો શું કરવા માંગે છે એમેઝોન ?

2306
SHARE
(ન્યૂઝ4કચ્છ) દુનિયાભર માં ઓનલાઇન શોપિંગ ક્ષેત્રે જાયન્ટ ગણાતી એમેઝોન કંપની ને હવે કચ્છ માં રસ પડ્યો છે. પોતાના ઓનલાઈન શોપિંગ પ્રોજેક્ટ માટે એમેઝોન કંપનીએ કચ્છ માં એક અગત્ય ની બેઠક પણ યોજી હતી.એમેઝોન કંપની ની આ બેઠક અને તે કચ્છ માં શુ કરવા માંગે છે તે માહિતી આપણાં કચ્છી માડુઓ ને આનંદિત કરે તેવી છે.

    એમેઝોન માં હવે ખાસ હશે કચ્છ નું સેલ પોર્ટલ :  શું થશે કચ્છ ને ફાયદો ? 

એમેઝોન કંપની ના આસી મેનેજર પીઆરઓ માધવી કોટેચા ન્યૂઝ4કચ્છ સાથેની ખાસ વાતચીત માં કહે છે કે હવે એમેઝોન કચ્છી હસ્તકલા નું ઓનલાઈન વેચાણ કરશે. એટલુંજ નહી,કચ્છી હસ્તકલા માટે એમેઝોન “કચ્છ ક્રાફટ” નામનું એક અલગ ટેબ પણ શરૂ કરશે. આ સિવાય એમેઝોનના ઓનલાઇન હેન્ડલુમ-હેંડીક્રાફ્ટ શો રૂમ માં પણ કચ્છી હસ્તકલા નું વેચાણ કરાશે. કચ્છી હસ્તકલા ના પ્રમોશન માટે કચ્છની એનજીઓ અને હસ્તકલા કારીગરો સાથે બેઠક યોજ્યા બાદ આ મુદ્દે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા એમેઝોન ના પીઆરઓ માધવી કોટેચા કહે છે કે, ખૂબ જ મોટો ફાયદો થશે.હસ્તકલા કારીગરો ને તેમની પ્રોડક્ટ વેંચવા હાલ ના તબક્કે ભારતનું મોટું બજાર મળશે અને ભવિષ્ય માં વૈશ્વીક સ્તરે દુનિયાભર નું બજાર મળી શકશે. કારીગરો પોતાની કિંમતે માલ વેંચી શકશે,વચ્ચે કોઈ પણ નહીં હોય જેનો ફાયદો ગ્રાહકને થશે.

કેટલા કારીગરો જોડાયા છે ?

એમેઝોન ના માધવી કોટેચા ની વાત માનીએ તો અત્યારે અલગઅલગ રાજ્યો ના ૧૫૦૦ જેટલા કારીગરો એમેઝોન મારફતે હેંડીક્રાફ્ટ વેંચે છે. જેના દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ ૧.૫ લાખ(દોઢ લાખ)પરિવારો રોજગારી મેળવી શકે છે.હસ્તકલા નું કામ મોટે ભાગે મહિલાઓ કરતી હોઈ સ્ત્રીઓ સ્વાવલંબી બને છે. કચ્છ માં હેંડીક્રાફ્ટ વેંચાણ માટે અત્યારે ચાર એનજીઓ ખમીર,કસબ,શ્રુજન અને શિવા ઇન્ટરનેશનલ સાથે કરાર કર્યા છે.કચ્છ ના અલગ અલગ હસ્તકલા કારીગરો પણ એમેઝોન સાથે જોડાઈ રહ્યા છે.અમે એક બેઠક કરી છે,આ સિવાય અમારા પ્રતિનિધિ પણ અહીં જ છે.ગુજરાત માં અમે નર્મદા જિલ્લામાં કામ કરી રહ્યા છીએ.હસ્તકલાક્ષેત્રે ભારત સરકાર ના હેન્ડલૂમ હેંડીક્રાફ્ટ વિભાગ ના સહયોગ થી એમેઝોન ભવિષ્ય માં હસ્તકલા ના ઓનલાઇન વેંચાણ માટે ની યોજના માં આગળ વધી રહ્યું છે કચ્છ માં પણ એમેઝોન તબક્કાવાર પોતાનું ક્ષેત્ર વિસ્તારશે.અને હા, અત્યારે તો આનંદિત કરે તેવી વાત એ જ છે કે હવે એમેઝોન દ્વારા કચ્છી હસ્તકલા ના કામણ દેશ અને દુનિયા માં પથરાશે.

શુ તમે ઘેર ભરત ગુંથણ કરો છો ?

જો તમે પોતાના ઘેર ભરત ગુંથણ કરતા હો તો તમે પણ તમારી પ્રોડક્ટ એમેઝોન પર ઓનલાઇન સેલ કરી શકો છો. ઘેર હસ્તકલા નું નાનું મોટું કામ કરનાર મહિલાઓ હોય કે હસ્તકલા કારીગરો હોય તેમણે પોતાની પ્રોડક્ટ એમેઝોન પર વેંચવા માટે amazon.in.sell પર login થવા નું રહેશે. એમેઝોન ઓનલાઇન વેંચાણ પર જે કંઈ ઓછા માં ઓછું કમિશન હશે તે લેશે.વસ્તુ ની કિંમત વેંચાણ કરનાર જાતે જ નક્કી કરી શકશે.