સમગ્ર કચ્છમાં ચકચાર જગાવનાર ઘોરખોદીયા(ગુરનાર)ને હેરાન કરવાના કેસમાં વનવિભાગે મોટા ઘટસ્ફોટ સાથે પાંચ શખ્સોને ઓળખી તેની ધરપકડ કરી છે. 3 દિવસ પહેલા વાયરલ વીડીયો દ્વારા રક્ષિત પ્રાણી ઘોરખોદીયાને પરેશાન કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વનવિભાગે તાત્કાલીક કાર્યવાહી બાદ પાંચ શખ્સોને દબોચી લીધા છે કિસ્સો વનવિભાગની નારાયણ સરોવર સેન્ચ્યુરીમાં બન્યો હોવાનુ પણ સામે આવ્યુ છે. વનવિભાગે આ મામલે બીટીયારી ગામના પાંચ શખ્સોની ધરપકડ કરી છે.જેમાં (1)લાલખાન લુકમાન જત(2)અબ્દુલા શકુર જત(3)ઇબ્રાહીમ બેર જત(4)સિદ્દીક કાદર જત(5) જત સાલે અલાનાનો સમાવેશ થાય છે . તો વધુ એક શખ્સ જત આમદ મુસાનુ નામ પણ ખુલ્યુ છે જેને શોધવા વનવિભાગ તપાસ કરી રહ્યુ છે. વનવિભાગ દ્વારા કાયદાકીય કાર્યવાહી સાથે આરોપીઓને કોર્ટમાં રજુ કરી તેમના 3 દિવસના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે
નિર્દોષ પ્રાણી પર અત્યાચારનુ કારણ ડર….
નિશાચર પ્રાણી એવો ઘોરખોદીયો ભાગ્યેજ દિવસે માનવ વસાહત નજીક જોવા મળે છે. પરંતુ છેલ્લા 2 વર્ષમાં પૂર્વ અને પચ્છિમ કચ્છમાં 4 એવા બનાવો સામે આવ્યા છે. જેમાં તેની સાથે દુરવ્યવહાર કરી તેને પરેશાન કરાતો હોય અથવા ડરના કારણે તેને મોતને ઘાટ ઉતારાયો હોય આ અંગે પચ્છિમ કચ્છ વનવિભાગના અધિકારી બી.જે.એન્સારી અને આ મામલાની તપાસ કરનાર તુષાર પટેલ સાથે વાત કરતા તેઓએ લોકોને અપિલ કરી હતી. કે ઘોરખોદીયાથી ડરવાની જરૂર નથી. તે નુકશાન પહોંચાડે તેવુ પ્રાણી નથી