Home Current ‘હિટવેવ’ બરકરાર : ગરમી વધી ભુજ માં તાપમાન ૪૧.૪

‘હિટવેવ’ બરકરાર : ગરમી વધી ભુજ માં તાપમાન ૪૧.૪

1004
SHARE
(ન્યૂઝ4કચ્છ) છેલ્લા ૩ દિવસ થયા પલટાયેલા વાતાવરણ ની અસર તળે ગરમી નો પારો ઊંચકાયો છે. આજે વહેલી સવાર થી જ સૂર્યનારાયણ  પોતાનો ગરમ મિજાજ દર્શાવતા લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. જેમ જેમ દિવસ વધતો ગયો તેમ તેમ ભુજમાં પારો ઊંચો ચડી ને ૪૧.૨ સુધી પહોંચ્યો હતો.જયારે કંડલા ખાતે 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું એકન્દરે આ મોસમ નું આ રેકર્ડ તાપમાન છે.ચૈત્ર મહિના માં જ જાણે વૈશાખ નો અનુભવ થઈ રહ્યો છે વાતાવરણ ની આ અસર જનજીવન ઉપર પણ વરતાઈ રહી છે. ગરમી વધતા બપોરે લૂ વાય છે.સખત ગરમી વચ્ચે લૂ થી બચવા માટે લોકોએ સાવધાની રાખવાની જરૂરત છે. હવામાન એનાલિસ્ટ ના જણાવ્યા પ્રમાણે આવનારા ૨ થી ૩ દિવસ માં હજીય આવી જ ગરમી રહેશે. જો પવન ની ઝડપ ઘટશે તો ગરમી નો પારો હજી’યે ઊંચકાશે.