Home Current કચ્છની દરિયાઈ સીમાથી થઈ શકે છે ઘૂસણખોરી, પાકિસ્તાને એરફોર્સ મુવમેન્ટ વધારતા સીમાએ...

કચ્છની દરિયાઈ સીમાથી થઈ શકે છે ઘૂસણખોરી, પાકિસ્તાને એરફોર્સ મુવમેન્ટ વધારતા સીમાએ એલર્ટ

572
SHARE
જયેશ શાહ.ગાંધીધામ ભારતમાં એક તરફ જયાં કોરોના સાથે યુદ્ધની વાતો થઈ રહી છે ત્યારે કચ્છની દરિયાઈ સીમાનો ઉપયોગ કરીને આતંકી ગતિવિધીને અંજામ આપવાનાં એક એલર્ટથી ખળભળાટ મચી ગયો છે ભારતીય સેના દ્વારા બુધવાર રાતે આપવામાં આવેલા એક ઇન્ટેલિજન્સ ઇનપુટ પ્રમાણે પાકિસ્તાન તરફથી સમુદ્રી માર્ગે ઘૂસણખોરી થઈ શકે છે મિલિટરી ઇન્ટેલિજન્સના આ એલર્ટને પગલે બુધવાર રાતથી ક્રીક ઉપરાંત રણ બોર્ડર ઉપર કડક જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે.
કચ્છ સ્થિત ઇન્ડિયન ઇન્ટેલ એજન્સીનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, કચ્છ સાથે જોડાયેલી પાકિસ્તાનની ક્રીક સીમા ઉપર છેલ્લા બે દિવસથી ભારે મુવમેન્ટ જોવા મળી રહી છે કચ્છની સરક્રીક સીમાની સામે આવેલી પાકિસ્તાનની રાધાપીર પોસ્ટ ઉપર આવેલા બે વોચ ટાવર ઉપર પાક મરીન સિક્યોરિટી એજન્સી તથા પાક રેંજર્સના જવાનો જોવા મળ્યા હતા કાશ્મીરમાં આતંકી વિરુદ્ધ ભારતીય સેના દ્વારા વિશેષ ઓપરેશન ચાલી રહ્યા છે તેમજ ગઈકાલે એક કમાન્ડર કક્ષાનો આંતકી માર્યો ગયો છે ત્યારે, કચ્છની ઠંડી માનવામાં આવતી બોર્ડરનો ઉપયોગ કરીને ઘૂસણખોરી થઈ શકે છે મિલિટરી ઇન્ટેલિજન્સ(એમઆઈ)નાં આ પ્રકારનાં સ્પેસિફિક ઇનપુટથી કચ્છ બોર્ડર ઉપર વિશેષ સાવધાની રાખવામાં આવી રહી હોવાનું એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું.

હવાઈ ગતિવિધિ પણ વધી

સામાન્ય રીતે અત્યાર સુધી કચ્છની પાક સીમાએ આર્ટિલરી મુવમેન્ટ જોવા મળતી હતી પરંતુ આ વખતે કરાંચીથી ક્રીક સુધીના પાકિસ્તાનનાં એરબેઝ ઉપર પણ અસામાન્ય હલચલ જોવા મળી રહી છે.