દરિયાઇ ઇન્ટેલીજન્સ એજન્સી અને બી.એસ.એફને અંધારામાં રાખી પચ્છિમ કચ્છ પોલિસે બાતમી આધારે ઝડપેલા ચરસના બિનવારસુ જથ્થા પછી હવે વિવિધ એજન્સીઓ વચ્ચે જાણે કામગીરીની હોડ લાગી હોય તેમ અત્યાર સુધી વિવિધ એજન્સીએ 50 જેટલા પકેટ દરિયામાંથી બિનવારસુ પક્ડયા છે ત્યારે નેવી ઇન્ટેલીજન્સની કામગીરી પછી હવે બી.એસ.એફ પણ સફાળી જાગી છે આજે દરિયાઇ પેટ્રોલીંગ દરમ્યાન બી.એસ.એફએ વધુ 13 પેકેટ બિનવારસુ ચરસનો જથ્થો ઝડપ્યો છે આ અગાઉ નેવીએ 19 જેટલા પેકેટ ઝડપ્યા હતા જે બાદ બીજા જ દિવસે 14 પેકેટે બી.એસ.એફ એ ઝડપ્યા હતા અને આજે પણ સાંઘી જેટી નજીકથી બી.એસ.એફ એ પેટ્રોલીંગ દરમ્યાન વધુ 13 પેકેટ ચરસના પેકેટ ઝડપી આગળની કાર્યવાહી હાથ ઘરી છે અંદાજીત 1 વાગ્યે બી.એસ.એફને આ ચરના પેકેટ મળ્યા હતા
ચરસના બિનવારસુ પેકેટ ઝડપવાની હોડ પરંતુ આવ્યા કઇ રીતે?
પોલિસથી લઇ વિવિધ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ 1 મહિનામાં 63 પેકેટ ચરસના બિનવારસુ પક્ડયા છે અને જાણે હવે ચરસનો જથ્થો ઝડપવા હોડ લાગી હોય તેમ વિવિધ એજન્સીઓ કામ કરી રહી છે પરંતુ આટલા દિવસો બાદ પણ કચ્છના દરિયામાં આ જથ્થો કઇ રીતે પહોચ્યો તે કોઇ એજન્સીઓ જાણી શકી નથી આ પહેલા કચ્છના દરિયામાં ફેંકી દેવાયેલા ડ્રગ્સના અનેક પેકેટ હજુ પણ દરિયામાં રહસ્ય સાથે એજન્સીઓને મળ્યા નથી પરંતુ ચરસના ઉપરાઉપરી પેકેટ એજન્સીઓ શોધી રહી છે એક તરફ ગુપ્તચર એજન્સીઓ વાંરવાર દરિયાઇ માર્ગે ઘુસણખોરી સહિતના ઇનપુટ આપી રહી છે તેવામાં બીજી તરફ માત્ર બિનવારસુ જથ્થો કબ્જે કરી એજન્સીઓ સંતોષ માની રહી હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે.
સુરક્ષાની દ્રષ્ટ્રીએ મહત્વના એવા કચ્છના દરિયાઇ માર્ગે ઘુસણખોરી સાથે ડ્રગ્સની હેરફેરનો માર્ગ પણ બનતો હોય તેવુ આંકડાઓ દર્શાવે છે ત્યારે બી.એસ.એફની ગુપ્તચર શાખા સહિતની એજન્સીઓ માત્ર બિનવારસુ જથ્થો કબ્જે કરી સંતોષ માની રહ્યા છે જ્યારે સુરક્ષા જાણકારો ચરસના જથ્થા પાછળ કોઇ મલિન ઇરાદો છે કે નહી તે જાણવા પર એજન્સીઓની નઝર હોવી જોઇએ તેવો મત વ્યક્ત કરી રહ્યા છે.