Home Current કચ્છમાં વરસાદનુ દે ધનાધન રાપર અને પાવરપટ્ટી વિસ્તારમાં તોફાની વરસાદ

કચ્છમાં વરસાદનુ દે ધનાધન રાપર અને પાવરપટ્ટી વિસ્તારમાં તોફાની વરસાદ

1042
SHARE

વરસાદનો વિડિઓ જોવા અહીં ક્લિક કરો

નિસર્ગ વાવાઝોડાની અસર પછી ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે ત્યારે આજે કચ્છમાં પણ તેની અસર જોવા મળી હતી વહેલી સવારથી ભુજ સહિત આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદ બાદ થોડા સમય માટે વાતાવરણ સામાન્ય બન્યુ હતુ પરંતુ ફરી બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતુ અને ભુજ તાલુકાના પાવરપટ્ટીના ગામોમાં ભારે પવન સાથે વરસાદે તોફાની બેટીંગ કરી હતી તો બીજી તરફ રાપર વિસ્તારમાં પણ બે ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોધાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાપરમાં પડેલા વરસાદ બાદ પાણીની આવક જોવા મળી હતી તો બીજી તરફ ગાગોદર ગામમાં દોઢ ઇંચથી વધુ વરસાદના પગલે ગામની શેરીઓમાં ઘુંટણ સમાન પાણી ભરાતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી.

પાવરપટ્ટીમાં ભારે પવન રાપરમાં દે ધનાધન

આજે સવારથી જ જાણે ચોમાસુ બેસી ગયુ હોય તેમ કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ બંધાયો હતો તો બપોર બાદ અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદે તોફાની બેટીંગ કરી હતી ખાસ કરીને જુરા,નિરોણા પંથક તથા નખત્રાણાના પાવરપટ્ટી ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ રાપર શહેર ઉપરાંત આસપાસના અનેક ગામોમાં વરસાદે જનજીવનને પ્રભાવીત કર્યો હતો સ્થાનીકેથી મળેલી માહિતી મુજબ 2 ઇંચ જેટલા વરસાદથી અનેક રસ્તાઓ પર પાણી ભરાયા હતા જ્યારે વરસાદી પાણીના પ્રવાહ શરૂ થયા હતા તો ગાગોદર ગામમાં વરસાદથી ગામની શેરીઓમાં પાણી ભરાઇ ગયા હતા.
કચ્છમાં પડેલા વરસાદથી કેરીના પાકને નુકશાન જાય તેવી પુરી શક્યતા છે પરંતુ બીજી તરફ અબોલ પશુઓ માટે આ વરસાદ રાહત લઇને આવ્યો છે અસહ્ય ગરમી વચ્ચે લોકોએ વરસાદનો મન ભરીને આનંદ લીધો હતો કચ્છમાં જુન મહિનામાં સામાન્યત વરસાદની એન્ટ્રી થતી હોય છે પરંતુ રાજ્યની સાથે કચ્છમાં પણ જાણે ચૌચોમાસાની શરૂઆત થઇ હોય તેવો માહોલ બંધાયો છે.