લોકડાઉન વચ્ચે પણ કચ્છમાં દારૂના ધંધાર્થીઓ બેફીકર થઇ ને દારૂની હેરફેર માટે સક્રિય રહ્યા હતા લોકડાઉન ખુલતા હવે મોટો જથ્થો કચ્છમાં આવવા લાગ્યો હોય તેમ આજે પુર્વ કચ્છ એલ.સી.બીએ લાખો રૂપીયાનો દારૂ ઝડપી પાડ્યો છે બાતમીના આધારે પોલિસે ભારાપર ગામની સીમમાં સઘન ચેકીંગ હાથ ધરતા બાવળોની ઝાડીમાં રહેલી ટ્રકમાં પડેલો દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 2916 કિમત રૂપીયા 10,20600 તેમજ ટ્રકમાં ભુંસામાંથી બનેલા લાકડાના ટુકડાનો જથ્થો પણ મળી આવ્યો હતો પોલિસે લાકડાના જથ્થા ટ્રક અને દારૂ સહિત કુલ્લ 20,65600 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે જો કે એલ.સી.બીની કાર્યવાહી દરમ્યાન આરોપી હાથ આવ્યો નથી કંડલા મરીન પોલિસે ટ્રક તથા મુદ્દામાલ ના આધારે વધુ તપાસ હાથ ધરી છે ઇન્ચાર્જ એલ.સી.બી પી.આઇ એમ.એસ.રાણાની આગેવાની હેઠળ પોલિસે આ કાર્યવાહી કરી હતી.