ભુજ બાદ માંડવીમાં પોલિસવડાની ફુટ માર્ચ: સ્પેશીયલ ડ્રાઇવ સાથે પચ્છિમ કચ્છ પોલિસ એક્શનમાં

    403
    SHARE
    કચ્છ જીલ્લામાં પોલિસ વિભાગના 3 ઉચ્ચ અધિકારીઓની બદલીઓ બાદ પચ્છિમ કચ્છ પોલિસ વિભાગમાં જુનાગઢ જીલ્લાથી બદલી પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડા તરીકે આવેલા એસ.પી સૌરંભસિંગ એ ચાર્જ સંભાળતાની સાથે જ પચ્છિમ કચ્છ પોલિસ વધુ સક્રિય બની છે. અને ખુદ એસ.પી કચ્છના વિવિધ તાલુકાઓમાં ફુટ માર્ચ, સ્પેશીયલ ડ્રાઇવ સહિત કડક કાર્યવાહી માટે સક્રિય બન્યા છે. ત્યારે આજે ભુજ બાદ માંડવીમાં પણ પોલિસ મથકની મુલાકાત સાથે સૌરંભસિંગ એ ફુટ પેટ્રોલીંગ યોજી લોકોની સુરક્ષા માટે પોલિસ ખડપગે છે તેવો સંદેશો આપ્યો હતો. આ પહેલા ભુજમાં ફુટ પેટ્રોલીંગ સાથે માસ્ક અંગે જાગૃતિ અને ખાસ કરીને બોર્ડર જીલ્લાને ધ્યાને રાખી બ્લેક ફિલ્મ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી માટેના આદેશો પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડાએ આપ્યા હતા. તો કોમ્બીંગ નાઇટ તથા 3 દિવસ રાત્રે સ્પેશીયલ ડ્રાઇવ યોજી પોલિસ પ્રજાની સુરક્ષા માટે ખડપગે છે. તેવો સંદેશો આપ્યો હતો ભુજમાં જે રીતે ભુજની મુખ્ય બઝાર સહિતના વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરાયુ હતુ તે રીતે આજે માંડવીની મુખ્ય બઝારોમાં પોલિસે ફુટ પેટ્રોલીંગ યોજી હતી આગામી દિવસોમાં પચ્છિમ કચ્છ પોલિસ હદ્દમાં આવતા અન્ય તાલુકાઓમાં પણ પોલિસ દ્રારા ડ્રાઇવ સાથે પ્રજાને સંદેશો આપવા કાર્યવાહી થશે