74માં સ્વાતંત્ર પર્વની ઉજવણીના રંગમાં આજે આખુ દેશ રંગાયુ હતુ. કોઇએ સહિદોને યાદ કર્યા હતા. તો કોઇએ દેશના વર્તમાન સમયના આપણા હિરો સૈનીકોને યાદ કર્યા અને કોરોનાની મહામારી વચ્ચે લોકોએ સ્વતંત્રા પર્વની ઉજવણી કરી જો કે ભુજની એક યુવતીએ તેમના સાથી કલાકારો સાથે અનોખી રીતે સ્વતંત્ર પર્વ પર દેશના સૈનીકોને યાદ કર્યા અને તેમના જીવન પર એક શોર્ટ ફિલ્મ બનાવી યુ ટ્યુબ ચેનલ રીઓના પર આજે આ શોર્ટ ફિલ્મ મુકાઇ હતી. જેમાં ઇન્ડીયન એરફોર્સના એક અધિકારીના જીવન પર શોર્ટ મેસેજ આપવા આ વિડીયો બનાવાયો હતો. જેમાં સૈન્યના અધિકારીના નાના પુત્રના બાળમાનસ દર્શાવાનો પ્રયત્ન થયો હતો. સોનીયા પોમલે ડાયરેક્ટ અને લખેલ આ શોર્ટ મુવી આજે સ્વતંત્રા પર્વ પર દેશના સૈનીકોને વંદન કરવાનો પ્રયત્ન કરાયો હતો. ફિલ્મમાં સોનીયા પોમલ ઉપરાંત બાળ કલાકાર શિવમ ઠક્કર અને રૂચી ઠક્કર તથા દિપક મખેજાએ અભીનય કર્યો હતો તો મુકેશ પોમલે સમગ્ર શોર્ટ ફિલ્મનુ શુટીંગ કર્યુ હતુ .