Home Current હાઈ એલર્ટ વચ્ચે કચ્છનાં હરમીનાળા વિસ્તારમાંથી એક ઘૂસણખોર સહિત ચાર બોટ ઝડપાઇ,...

હાઈ એલર્ટ વચ્ચે કચ્છનાં હરમીનાળા વિસ્તારમાંથી એક ઘૂસણખોર સહિત ચાર બોટ ઝડપાઇ, BSFનું તલાશી અભિયાન…

790
SHARE
ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ભુજ : સ્વતંત્રતા પર્વ નિમેત્તે આપેલા હાઇએલર્ટ અને ચીની સીમા વિવાદ વચ્ચે કચ્છમાં થઈ રહેલી ઘૂસણખોરીને નાકામિયાબ કરી દેવામાં આવી છે. કચ્છનાં હરામીનાળા વિસ્તારથી ભારતમાં ઘૂસી રહેલી ચાર નાપાક બોટને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા ઝડપી લેવામાં આવી છે. જેમાં એક પાકિસ્તાનીને સીમા સુરક્ષા દળની ટીમએ ઝડપી લીધો છે. જયારે અન્ય ઘૂસણખોર સામે પાર ભાગી જવામાં સફળ રહ્યા છે. ઘટનાને પગલે બીએસએફ દ્વારા આ એરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
કચ્છનાં હરામીનાળા વિસ્તારમાં નાપાક ઘૂસણખોરીની ઘટનાને પગલે પશ્ચિમ કચ્છનાં નવનિયુક્ત એસપી સૌરભસિંઘ પણ નારાયણ સરોવર-કોટેશ્વર વિસ્તારમાં પહોંચી ગયા હતા. પંદરમી ઓગસ્ટની ઉજવણી માટે કચ્છ બોર્ડર આવેલા ગુજરાત બીએસએફનાં વડા એવા આઈજી જી.એસ.મલિક પણ આ એરિયાની મુલાકાતે હોવાનું સૂત્રોએ દાવો કર્યો હતો.
પકડાયેલા નાપાક શખ્સ અને ચાર પાકિસ્તાની બોટને કિનારે લાવવાની પક્રિયાની સાથે મોટાપાયે તલાશી અભિયાન પણ ચાલી રહ્યું છે ત્યારે મોડીરાત સુધીમાં કોઈ વધુ અપડેટ આવે તેવું માનવામાં આવી રહ્યું છે.