Home Current મુન્દ્રા-માંડવીમાં આફતનો વરસાદ; ધ્રબ નજીક પાંચ ડુબ્યા એક મોત 3 હજુ પણ...

મુન્દ્રા-માંડવીમાં આફતનો વરસાદ; ધ્રબ નજીક પાંચ ડુબ્યા એક મોત 3 હજુ પણ લાપતા

5036
SHARE
એક દિવસના વિરામ બાદ આજે ફરી કચ્છમાં મેધો મહેરબાન થયો હતો અને કચ્છના અનેક તાલુકાઓમાં વરસાદ વરસતા નદી-ડેમોમાં પાણીની નવી આવક થઇ હતી. ખાસ કરીને કચ્છના મુન્દ્રા અને માંડવી વિસ્તારમાં સાર્વત્રીક પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા લોકો માટે ક્યાકને ક્યાક મુશ્કેલી સર્જાઇ હતી તો અબડાસાના પણ અનેક ડેમોમાં પાણીની આવક સાથે અનેક રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા હતા ખાસ કરીને મુન્દ્રા-અને માંડવીમાં સીઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે આજના પડેલા વરસાદથી નદી-ડેમમાં નવા પાણીની આવક સાથે શહેરી વિસ્તારમાં રહીશો અને ગ્રામ્ય વિસ્તારમાં ખેડુતો માટે આ વરસાદ મુશ્કેલી લઇને આવ્યો હતો
મુન્દ્રા-માંડવીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
મુન્દ્રા અને માંડવીમાં વહેલી સવારથી પડેલા વરસાદ બાદ શહેરના અનેક નિચાણવાડા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સારી આવક થતા ખેડુતોના ખેતરોમાં પાણી ભરાયુ હતુ તો બીજી તરફ માંડવી વિસ્તારના લાકડા બઝાર,આઝાદ ચોક,પોસ્ટ ઓફીસ નજીકના રસ્તાઓમાં જાણે નદી વહેતી હોય તેમ પાણીનો પ્રવાહ શરૂ થતા લોકો માટે મુશ્કેલી સર્જાઇ હતી. જો કે બપોરના 3 વાગ્યા બાદ વરસાદે વિરામ લેતા સ્થિતી થોડી સારી થઇ હતી.
મુન્દ્રાના ધ્રબ નજીક નદીના પ્રવાહમાં 5 તણાયા 3 લાપતા
તો વહેલી સવારથી પડેલ વરસાદ લોકો માટે મુશ્કેલીરૂપ બન્યો હતો અને મુન્દ્રાના ધ્રબમાં આફત લઇને આવ્યુ હતુ. ધ્રબ નજીકની સુરઇ નદીના પાણીના પ્રવાહમાં પાંચ લોકો તણાયા હતા જેમાં 2 મહિલાઓને સ્થાનીક લોકોએ તાત્કાલીક મદદ કરી બચાવી લીધા હતા પરંતુ એક મહિલાએ સારવાર પહેલા દમ તોડ્યો હતો જ્યારે બે પુરૂષો અને એક મહિલા સહિત 3 લોકો હજુ પણ લાપતા છે. સ્થાનીક તરવૈયા અને સ્થાનીક તંત્રની મદદથી તેમની લાંબી શોધખોળ કરાઇ પરંતુ હજુ સુધી લાપતા 3 લોકો મળી આવ્યા નથી જો કે ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં સ્ટેન્ડબાય એન.ડી.આર.એફની ટીમ મુન્દ્રા ધ્રબ પહોચી હતી. અને ગુમ થયેલા 3 લોકોની શોધખોળ શરૂ કરી હતી. જો કે પાણીના વિશાળ પ્રવાહમાં તણાયેલ લોકો હજુ મળ્યા નથી. જેની શોધખોળ ચાલુ છે.
કચ્છમાં મુન્દ્રા માંડવીમાં સાર્વત્રીક 36 ઇંચથી વધુ વરસાદ સીઝન દરમ્યાન નોંધાયો છે. જ્યારે લખપતમાં સૌથી ઓછો છે અને તે વચ્ચે કચ્છના 6 તાલુકામાં સાર્વત્રીક વરસાદથી લોકોમાં ખુશી છે. જો કે માંડવી મુન્દ્રામાં આજે પડેલા વરસાદથી જનજીવન પ્રભાવીત થયુ હતુ