ભારતમાં પ્રતિબંધીત એવા સેટેલાઇટ ફોન સાથે મુસાફરી કરવી એક NRI ને ભારી પડી છે આજે સવારે ભુજ થી મુંબઈ એર ઇન્ડીયાની ફ્લાઇટમા મુસાફરી માટે જઇ રહેલા મુળ ભારતીય ને હાલ અમેરિકા રહેતા NRI નવિનચંદ્ર ડીમોન્ડની ચેકીંગ દરમ્યાન તેની પાસેથી સેટેલાઇટ ફોન મળી આવ્યો હતો અને આ અંગે એરપોર્ટ ચેકીંગ સ્ટાફે લાઇસન્સ માંગતા તેને અસમર્થતા દર્શાવી હતી જેથી ડ્યુટી સ્ટાફે આ અંગે પ્રાથમીક રીપોર્ટ સાથે પોલિસને જાણ કરતાં નવિનચંદ્ર ડીમોન્ડ અને તેની સાથે રહેલા એક વિદેશી નાગરીકને ભુજ એ-ડીવીઝન પોલિસ મથકે લાવવામાં આવ્યા હતા જ્યા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો કે આ અંગે હજુ કોઇ સત્તાવાર કાર્યવાહી કરાઇ નથી પરંતુ એ ડીવીઝન પોલિસ સહિત વિવિધ બ્રાન્ચના અધિકારીએ તેમની પુછપરછ શરુ કરી છે અને કાયદાકીય કાર્યવાહી બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાશે