ભચાઉ હાઇવે પર લાંબા સમય બાદ આજે મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં 3 વ્યક્તિ મોતને ભેટી છે. ભચાઉથી ગાંધીધામ કારમાં જઇ રહેલા પરિવારની કાર ટ્રકમાં ધડાકા ભેર અથડાઇ હતી. જેમાં ગાંધીધામ લોહાણા સમાજના પુર્વ પ્રમુખ અમૃતલાલ કુંવરજીભાઇ હાલાણીનુ મોત નીપજ્યુ હતુ. અકસ્માત એટલો ભંયકર હતો કે તેમાં સવાર લોકોના મૃત્દેહ કાઢવામાં પણ પોલિસને મુશ્કેલી થઇ હતી અકસ્માતની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનીક લોકો પણ દોડી આવ્યા હતા. જો કે હજુ સુધી આ મામલાની વધુ વિગતો સામે આવી નથી. પરંતુ પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અને 3 મૃત્દેહ હોસ્પિટલમાં ખસેડાયા છે. સામાજીક અગ્રણીના મોતના સમાચાર વાયુવેગે સોસીયલે મિડીયામાં વહેતા થયા હતા. અકસ્માતમાં તેમના પત્ની પાર્વતીબેન હાલાણી અને અમૃતભાઇના ભાઇ ભુદરજીભાઇના મોત થયા હતા પરિવાર ડીશા લૌકિક ક્રિયા માટે ગયા હતા અને ત્યાથી પરત ફરતા હતા ત્યારે જ ભચાઉ વાગડ વેલ્ફેર હોસ્પિટલ નજીકના બ્રીજ પર ઉભેલા ટ્રેલરમા ટક્કર થઇ હતી હાઇવે ઓથોરીટી ની બેદરકારી સહિતના મુદ્દે ભચાઉ પોલિસે તપાસ શરૂ કરી છે