રાજ્યની સાથે કચ્છમાં પણ અનલોકની પ્રક્રિયા પછી કેસોની સંખ્યા વધી રહી છે. દૈનીક 20થી વધુ કેસોની એવરેજ સંખ્યામાં કેસો પોઝીટીવ આવ્યા બાદ હવે દૈનીક 30થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. ત્યારે આજે વધુ 35 કેસ પોઝીટવ આવ્યા છે. અને કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1023 પર પહોચી ગઇ છે. આજે 20 પુરૂષ અને 15 મહિલાના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાં સૌથી વધુ કેસ અંજાર-ગાંધીધામમાં 9 નોંધાયા હતા. તો ભુજમાં 7 માંડવી-05 ભચાઉ 03 અને નખત્રામાં 2 કેસ નોધાયા હતા. જો કે રોજની જેમ તંત્રએ હજુ માત્ર પોઝીટીવ કેસોની યાદીજ બહાર પાડી છે.
કચ્છમાં કોરોના કેસ નિયત્રંણ લાવવા જરૂરી!
રાજ્યના અન્ય જીલ્લાઓ કરતા કચ્છમાં કેસોની સંખ્યા ઓછી છે. પરંતુ જે રીતે હવે કચ્છમાં પણ કોરોના કેસોની સંખ્યા વધી રહી છે. તે ચિંતાનો વિષય છે. એક તરફ કચ્છમાં કેસોની સંખ્યા વધી રહી છે. પરંતુ દર્દીઓને પુરતી સુવિદ્યા ન મળતી હોવાની પણ વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે. તે વચ્ચે કેસ વધતા લોકો ચિંતીત બન્યા છે. તાજેરતરમાંજ ધણા કિસ્સામાં ઓક્સીજનની પુરતી સુવિદ્યા ન હોવાથી દર્દીને એડમીડ કરાયા ન હતા તો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થયા બાદ અને તે પહેલા દર્દી પોઝીટવ આવ્યા બાદ આસપાસના વિસ્તારોમાં પુરતી સાવધાની રખાતી ન હોવાની પણ ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે સુવિદ્યા વધારવા સાથે તંત્રએ લોકને જાગૃત કરવાની જરૂર છે. તો લોકોએ પણ નિયમોના ચુસ્ત પાલન કરવાની જરૂર છે