Home Social મંત્રી વાસણ આહીરને ટગા ભાજપ આગેવાનની હત્યા કેસમાં ગૃહમંત્રી પ્રદિપસિંહને પત્ર લખવો...

મંત્રી વાસણ આહીરને ટગા ભાજપ આગેવાનની હત્યા કેસમાં ગૃહમંત્રી પ્રદિપસિંહને પત્ર લખવો પડ્યો

2431
SHARE
સ્થાનીક વિસ્તારના લોકોની મુશ્કેલીનો હલ થાય તે માટે સ્થાનીક પ્રતિનીધીઓને ચુંટવામાં આવતા હોય છે. પરંતુ સામાન્ય કહી શકાય તેવા કાયદો વ્યવસ્થાની સ્થિતી અંગે કચ્છથી રાજ્ય સરકારનુ પ્રતિનીધીત્વ કરતા મંત્રી વાસણ આહિરને ગૃહમંત્રીને પત્ર લખવો પડ્યો છે. પોતાના મળતીયાઓ ની ભલામણ અને કામ માટે ગમે ત્યા ફોન કરી પ્રશ્ર્નોનો ઉકેલ લાવતા ચુંટાયેલા પ્રતિનીધીનેજ જ્યારે સ્થાનીક કાયદો વ્યવસ્થાની સ્થિતી અને પ્રશ્ર્નો બાબતે રજુઆત કરવી પડે તે કેટલુ યોગ્ય છે. તે પ્રશ્ર્ન ચોક્કસથી ઉઠી રહ્યા છે. 20-07-2020ના રોજ રાપરના ટગા ગામે પુર્વ સરપંચ અને ભાજપનાજ આગેવાનની હત્યા મામલે યોગ્ય તપાસ થાય અને ગામલોકો હિજરત કરવા મજબુર ન બને તે માટે મંત્રી વાસણ આહિરે ગૃહમંત્રી પ્રદિપસિંહને પત્ર લખ્યો છે.
અસામાજીક તત્વોનો વર્ષોથી ત્રાસ વહેલા પગલા કેમ ન લીધા?
વર્ષોથી ગામમાં અસામાજીક તત્વો સામે લડતા ભાજપના આગેવાન સનાભાઇ રબારીની 20 તારીખે હત્યા કરી દેવામાં આવી પરંતુ તે પહેલા સનાભાઇએ ગામની સ્થિતી અને અસામાજીક તત્વોના ત્રાસ અને ગેરકાયદેસર પ્રવૃતિ અંગે અનેકવાર લેખીત રજુઆત કરી હતી. પરંતુ કોઇએ ધ્યાન આપ્યુ નહી અને સનાભાઇની હત્યા કરી દેવામાં આવી સનાભાઇએ કરેલી લેખીત રજુઆત સાથેના આધાર પુરાવા સાથે સમાજના લોકો હજુ પણ કલેકટર અને વિવિધ તંત્રને આવેદનપત્ર આપી રહ્યા છે. યોગ્ય તપાસની માંગ માટે પરંતુ હજુ સુધી તમામ આરોપી દબોચાયા નથી અને ગ્રામજનો હજુ હિજરત થાય તેવી દહેસત વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ચોક્સથી પ્રશ્ર્ન થાય વહેલા આ મામલે કેમ કોઇ પગલા કે પત્ર વ્યવહાર ન કરાયો કે ન સ્થાનીક તંત્રને સુચના અપાઇ
ખનીજ ચોરી,હથિયાર અને જમીન વધુ લોહી ન માંગે?
કચ્છમાં ગેરકાયેદસર ખનીજ ચોરી, હથિયારની હેરાફેરી અને જમીન પર કબ્જા માટે ખુની ખેલના કિસ્સાઓ અનેક બન્યા છે. પરંતુ તેની સામે કડક હાથે કામ ન લેવાતુ હોય તેવુ ચોક્કસથી મંત્રી વાસણ આહિરના પત્ર પરથી લાગી રહ્યુ છે. કેમકે 20 તારીખે બનેલા હત્યાના બનાવ પછી સ્થાનીક તંત્ર અને પોલિસમાં રજુઆતો પછી રબારી સમાજના આગેવાનો અને ખુદ મંત્રી વાસણ આહિરને પત્ર લખવો પડ્યો છે. ત્યારે કચ્છના અન્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતીનુ નિર્માણ થાય તે પહેલા પોલિસે એકશન લેવાજ રહ્યા જો કે હવે ખુદ ગૃહમંત્રી પ્રદીપસિંહ સુધી આ મામલો પહોચ્યો છે. ત્યારે જોવુ રહ્યુ શુ પગલા લેવાય છે.
કચ્છના સ્થાનીક પ્રશ્ર્નો બાબતે રાજ્ય સરકાર ઉકેલી શકે તેવા પ્રશ્ર્નોની રજુઆત અંગે ચોક્કસથી પત્ર લખવા જોઇએ પરંતુ ગેરકાયદેસર પ્રવૃતિથી સ્થાનીક લોકોને હિજરતનો પ્રશ્ર્ન લાંબા સમયથી વણ ઉકેલ્યો હોય પરંતુ એક વ્યક્તિની હત્યા પછી પણ પ્રશ્ર્ન વણ ઉકેલ્યો હોય તો ચોક્કસ દુર્ભાગ્યપુર્ણ ધટના કહેવાય…