Home Special મુન્દ્રા કોગ્રેસના તાલુકા પ્રમુખ બદલ્યા ગજુભાની જગ્યાએ ચંદુભા કોગ્રેસમાં નવાજુનીના એંધાણ

મુન્દ્રા કોગ્રેસના તાલુકા પ્રમુખ બદલ્યા ગજુભાની જગ્યાએ ચંદુભા કોગ્રેસમાં નવાજુનીના એંધાણ

1544
SHARE
નાદુરસ્ત તબીયત છંતા કચ્છ કોગ્રેસનુ સુકાન સંભાળનાર પ્રમુખ યજુવેન્દ્રસિંહ સામે કોગ્રેસને બેઠા કરવાનો પડકાર હતો પરંતુ તેમની સફળ કામગીરી કરતા હમેંશા તેમની નિષ્ફળ કામગીરીની ચર્ચા વધુ રહી છે. જાહેરમાં કોગ્રેસનાજ આગેવાનોએ તેમનો વિરોધ કર્યો હોવા છંતા તેઓ સત્તાની રૂહે તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરાવી શક્યા નથી તો આંતરીક જુથ્થવાદ ડામવામાં પણ તેઓ નિષ્ફળ રહ્યા હોવાનો કોગ્રેસમાં ગણગણાટ રહ્યો છે. માત્ર પ્રદેશમાંથી આવતા નિરશ વિરોધ કાર્યક્રમો કરી તેઓએ માત્ર હાજરી પુરાવી છે. ત્યારે ફરી મુન્દ્રાની નિમણુંકને લઇને કોગ્રેસનુ આંતરીક રાજકારણ ગરમાયુ છે. મુન્દ્રા તાલુકા કોગ્રેસમાં પ્રમુખ તરીકે નિયુક્ત ગજેન્દ્રસિંહ જાડેજા ની જગ્યાએ ચંદુભા જાડેજાની નિમણુંક થતા આગામી દિવસોમાં કોગ્રેસમાં નવાજુની થાય તો નવાઇ નહી
મુન્દ્રાની નિમણુકની કેમ કોગ્રેસમાં ચર્ચા
આમતો આ સામાન્ય પ્રક્રિયા છે. અને પાર્ટીમાં હોદ્દેદારોની નિમણુક અને ફેરફાર થાય પરંતુ ગજેન્દ્રસિંહ જાડેજા પ્રમુખના નજીકના હોવાનુ મનાય છે. તેમ છંતા અચાનક ફેરફાર થતા તેને લઇને બદલેલા પ્રમુખ પણ રોષે ભરાયા છે તેવી ચર્ચા કોગ્રેસમાં છે તો આંતરીકે સુત્રોએ ગજેન્દર્સિંહે એ ફોન પર પણ પોતાની ઉગ્ર નારાજગી પ્રમુખ સામે ઠાલવી હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. તો બીજી તરફ કોગ્રેસમાં એવો પણ ગણગણાટ છે. કે જીલ્લા કોગ્રેસ પ્રમુખનો જાહેરમાં વિરોધ કરનાર યુથ કોગ્રેસના પ્રમુખને માર મારવા મામલે ચર્ચામાં આવેલા ગજેન્દ્રસિંહને અચાનક શા માટે બદલાયા અને તે પણ વિશ્ર્વાસમાં લીધા વગર આમતો આ જોગાનુજોગ છે. કે યુથ કોગ્રેસના પ્રમુખ સામે ધર્ષણમાં ઉતરેલા ગજેન્દ્રસિંહ પ્રમુખના નજીક પણ હતા અને યુથ કોગ્રેસના પ્રમુખ જીલ્લા કોગ્રેસ પ્રમુખના જાહેર વિરોધી
શુ આગામી દિવસોમાં કોગ્રેસમાં નવાજુની ?
એક તરફ અબડાસા બેઠકને લઇને કોને ટીકીટ આપવી અને ટીકીટ આપ્યા બાદ આંતરીક જુથ્થવાદ કઇ રીતે ડામવો તેની મથામણ કોગ્રેસમાં ચાલી રહી છે. તે વચ્ચે મુન્દ્રાની આ નાનકડી નિમણુંકને લઇ મોટો ભડકો થાય તેવી પુરી શક્યતા છે. અને મુન્દ્રાના ધણા નેતાઓ કોગ્રેસ પ્રમુખની નબળી નેતાગીરી સામે બાયો ચડાવે તેવી આંતરીક ચર્ચા કોગ્રેસમાં છે. આમતો આ અગાઉ પણ કોગ્રેસના ધણા કાર્યક્રરોએ જાહેર અને પ્રદેશકક્ષાએ પ્રમુખની કાર્યદક્ષતા સામે સવાલો ઉભા કરી ફરીયાદ કરી છે. પરંતુ દિલ્હીના એક નેતાની નજીકના મનાતા કોગ્રેસ પ્રમુખ પોતાનો પદ્દ જાળવી રાખવામાં સફળ રહ્યા છે. પરંતુ આગામી ચુંટણીઓને લઇ કોગ્રેસ પ્રમુખ બદલવાની ચર્ચા વડી જોર પકડે તો નવાઇ નહી મુન્દ્રાની તાલુકા પ્રમુખની નિમણુંક તેમાં પુરો ભાગ ભજવી શકે છે.
યુવા વયે કચ્છ જેવા મોટા જીલ્લાનુ સુકાન સંભાળી કોગ્રેસ પ્રમુખે પોતાની રાજકીય શક્તિનો પરિચય તો કરાવ્યો હતો. પરંતુ સમય જતા તેમના નિષ્ફળ કામગીરીની ચર્ચા કોગ્રેસમાં વધુ રહી છે. ત્યારે મુન્દ્રાની રાજકીય નિમણુક સાથે કોગ્રેસમાં આંતરીક જુથ્થવાદ અને પ્રમુખ સામેનો વિરોધ ખુલ્લીને સામે આવે તો નવાઇ નહી