જીલ્લામાં કેટલો વરસાદ પડ્યો ભારે તારાજી સર્જાઇ કે પછી ડેમ ઓવરફ્લો થયા તેની ચર્ચા કરતા વધુ ચર્ચા હમેંશા ભુજના હમિરસર તળાવમાં કેટલુ પાણી આવ્યુ તેની હોય છે. વર્ષ 2015 બાદ પ્રથમવાર એવુ થયુ છે. જીલ્લામાં પડેલા ભારે વરસાદની સાથે ભુજમાં પણ સારો વરસાદ થયો અને પાણી પણ સારી માત્રામાં આવ્યુ જો કે હમિરસર તળાવ હજુ છલકાયુ નથી. પરંતુ તેની આસપાસ વહેલી સવારથી સાંજ સુધી લોકોની ભીડ રહી અને દિવસભર હમિરસર તળાવ છલકાયુ કે નહી તેની ચર્ચા રહી ભુજનુ હ્દય એવા હમિરસર તળાવમાં થોડી આવ ચાલુ થાય એટલે આખુ ભુજ હિલોળે ચડે અને કચ્છ ભરમાં તેની ચર્ચા થાય ત્યારે આજે પણ 23 તારીખે પડેલા સારા વરસાદ પછી હમિરસર કાંઠે સવારથીજ લોકોની ભીડ જામી હતી આમ નાગરીકોથી લઇ સ્વામીનારાયણ મંદિરના સંતો તમામ લોકો હમિરસર કાંઠે મહાલવા નિકળ્યા હતા. જો કે અરજાકતા ન સર્જાય અને કોરોના મહામારીના પગલે લોકોની ભીડ થતા પોલિસને ટ્રાફીક નિયમન અને નિયમોના પાલન માટે બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. હમિરસર તળાવ અને મોટો બંધ ખાતે લોકોની ભારે ભીડ જામી હતી તો લોકોએ અલગ-અલગ રીતે હમિરસર તળાવ સાથેની યાદો કેમેરામાં કેદ કરી હતી તો તળાવની ભવ્યતા દર્શાવતો અને લોકોની લાગણી વર્ણવતો એક સુંદર વિડીયો પણ કેમેરામાં કેદ કરાયો હતો જે સોસીયલ મિડીયામાં વાયરલ થયો હતો. હજુ પણ 3 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. ત્યારે કચ્છથી લઇ મુંબઇથી અને છેક વિદસમાં પણ લોકો ઇચ્છી રહ્યા છે. કે તળાવ છલકાઇ જાય અને ધામધુમ સાથે તેની વધામણાની વીધી થાય….