રાજ્યમાં ઠેરઠેર ભરાયેલા પાણી અને ત્યારબાદની મુશ્કેલીને લઇને લોકો અલગ-અલગ રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. એક તરફ ખેડુતોના પાકો ધોવાઇ ગયા છે ત્યા બીજી તરફ અનેક જીલ્લાઓમાં રસ્તાઓની ખસ્તા હાલત છે. ત્યારે તેનો લોકો અલગ અંદાજમાં વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે અંજારમાં દર વર્ષે વરસાદી પાણીથી ભરાઇ ને તળાવ જેવા દેખાતા સ્ટેડીયમના પાણીના વધામણા કરી કોગ્રેસે અનોખો વિરોધ કર્યો છે. શાસ્ત્રોક વિધી સાથે આજે પ્રાન્ત કચેરી સામે કોગ્રેસના કાર્યક્રરો એકઠા થયા હતા. અને તળાવ જેવા બની ગયેલા સ્ટેડીયમના પાણીના વધામણા કરી સરકાર અને કચ્છના તંત્રનો વિરોધ કર્યો હતો.
પાણીના વધામણામાં પણ રાજકારણ
જ્યા મુન્દ્રામાં ભારે તામજામ સાથે તળાવના વધામણા સમયે દુખદ ધટના બની અને કોરોના અંગે સરકારના નિયમોના પણ લીરે લીરા ઉડયા તે રીતે અંજારમાં પણ જોવા મળ્યુ મંત્રી વાસણ આહિરની ઉપસ્થિતીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા પરંતુ કોઇ કાર્યવાહી ન થઇ તો બીજી તરફ સ્વામીનરાયણના સંતોને આમત્રંણ ન મળતા અંજારમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. તો બીજી તરફ ટર્મ પુરી થાય તે પહેલાજ ભચાઉના નગરપતી કુલદીપસિંહ જાડેજાએ તળાવ વધાવી નાંખ્યુ એક તરફ જ્યા હમિરસર તળાવ કાંઠે લોકો એકઠા થયા અને પોલિસે નિયમોના પાલન માટે બંદોબસ્ત ગોઠવ્યો પરંતુ બીજી તરફ રાજકીય પાર્ટીના નેતા અને પ્રતિનીધીઓની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા વાજતે ગાજતે પાણીના વધામણા થયા પરંતુ કોઇ કાર્યવાહી થઇ નહી પરંતુ વરસાદ વચ્ચે પણ રાજકીય હુંસાતુંસી ચાલુ છે. જો કે અંજાર,ભચાઉ નહી તમામ જગ્યાએ પાણી વધાવવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ રહ્યા છે તે વાસ્તવિકતા છે.
વરસાદી પાણી ઓસર્યા પછી પણ લોકોની મુશ્કેલી હજુ યથાવત છે. ક્યાક ઘરોમાં પાણી ભરાયા તો ક્યાક રસ્તાઓ બંધ થયા પરંતુ શહેરના સ્ટેડીમમાં પાણી ભરાતા કોગ્રેસે વિરોધ કર્યો છે. એક તરફ જ્યા તંત્ર ચોક્કસ પણે માણે છે. કે સારો વરસાદ ભલે હોય પરંતુ ઉન્માદમાં લોકો નિયમો ન ભુલે પરંતુ ચુંટાયેલા પ્રતિનીધીઓ લોકોની મુશ્કેલી વચ્ચે વધામણાના નામે પ્રસિધ્ધીની ભુખ ભાંગી રહ્યા છે