Home Social અંજારના ખેડોઇમાં પાણીમાં ફસાયેલા 4 પશુઓને જીવના જોખમે 8 કલાકે બચાવાયા

અંજારના ખેડોઇમાં પાણીમાં ફસાયેલા 4 પશુઓને જીવના જોખમે 8 કલાકે બચાવાયા

421
SHARE
કચ્છમાં સતત પડી રહેલા વરસાદથી મુશ્કેલીના પણ અનેક સમાચારો આવ્યા છે. મુન્દ્રામાં ધબ્ર નજીક 4 લોકો ડુબીને મૃત્યુ પામ્યા હતા. તો મુન્દ્રામાં ધારાસભ્યની હાજરીમાં એક યુવાન ડુબી મૃત્યુ પામ્યો હતો. તો પશુઓ તણાવાના પણ અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે આજે અંજારના ખેડોઇ નજીક પાણીના પ્રવાહમાં તણાઇને ફસાઇ ગયેલા 4 અબોલ પશુઓને સ્થાનીક લોકોએ જીવના જોખમે બચાવી લીધા છે.સતત પડી રહેલા વરસાદના પગલે મોટી ખેડોઇની સ્થાનીક નદીઓમાં પુરની સ્થિતી હતી જેમાં આજે સવારે 7 વાગ્યાની આસપાસ 2 વાછરડા 1 વાછરડી અને એક ગાય તણાઇને પાણીમાં ફસાઇ ગયા હતા. કલાકોની જહેમત પછી ગ્રામજનોએ જ રેસ્કયુ કરી 3 પશુઓને બચાવી લીધા હતા પરંતુ એક ગાય ન નિકળતા અંતે ઇમરજન્સી રીસ્પોન્સ ટીમ પણ મદદ માટે આવી હતી. અને ફસાઇ ગયેલી એક ગાયની બચાવી લીધી હતી ગામના સરપંચ બાપાલાલસિંહ જાડેજા,જીતુભા મોડજીભા,દિગ્વિજયસિંહ,અશોકસિંહ સહિતના ગ્રામજનો અને તરવૈયા આ રેસ્કયુમાં જોડાયા હતા અને દોરડા વડે કલાકોનુ ઓપરેશન કરી પશુઓને બચાવી લીધા હતા. પશુઓને બહાર કાઢ્યા બાદ પશુ ડોક્ટરો આર.ડી.પટેલ તથા તેમની ટીમની મદદથી પશુઓની સારવાર કરાઇ હતી. આમ કલાકોની મહેનત બાદ પશુઓને બચાવાયા હતા.