Home Current અમેરીકન કંપનીના CEO અને અમેરીકન પૂર્વ રાજદુતને ભુજ એ ડીવીઝન પોલિસ મથકે...

અમેરીકન કંપનીના CEO અને અમેરીકન પૂર્વ રાજદુતને ભુજ એ ડીવીઝન પોલિસ મથકે કલાકો સુધી બેસવુ પડ્યુ

912
SHARE
અમેરીકન ઉદ્યોગ જગતમાં દબદબો ધરાવતા અમેરીકન કંપનીના CEO  અને અમેરીકાના ભારત ખાતેના પૂર્વ રાજદૂત સાથે ભારત આવેલા મૂળ ભારતીય ઉદ્યોગપતિને આજે ભુજ એ ડીવીઝન પોલિસ મથકે કલાકો સુધી બેસવુ પડ્યુ હતુ. મામલો કઇક એવો હતો કે ભારત પ્રવાસે આવેલા બે અમેરીકન નાગરીકો નવીનચંદ્ર ડિમોન્ડ અને રીચાર્ડ સેલેસ્ટ આજે ભુજથી મુંબઇ જવા માટે ભુજ એરપોર્ટ પર આવ્યા હતા. જ્યા ચેકીંગ દરમ્યાન નવિનચંદ્ર ડિમોન્ડ પાસેથી ભારતમાં પ્રતિબંધીત સેટેલાઇટ ફોન મળી આવ્યો હતો. સી.આઇ.એસ.એફની પ્રાથમીક તપાસ બાદ આ સમગ્ર મામલો ભુજ એ ડીવીઝન પોલિસ મથકે પહોચ્યો હતો. સી.આઇ.એસ.એફના પી.એસ.આઇ જ્ઞાનસિંહ મીનાની ફરીયાદના આધારે લાંબી પુછરપછ બાદ ભુજ એ ડીવીઝન પોલિસે નવિનચંદ્ર ડિમોન્ડ વિરૂધ્ધ ગુન્હો નોંધ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન અમેરીકાના પુર્વ રાજદુત રીચાર્ડ સેલેસ્ટ પણ તેમની સાથે હોતા તેઓ પણ લાંબી પોલિસ કાર્યવાહી દરમીયાન પોલિસ મથકે બેસી રહ્યા હતા.  ભારતના વિવિધ સ્થળોની મુલાકાત સાથે કચ્છ આવ્યા બાદ આજે ભુજ એરપોર્ટ પર સેટેલાઇટ ફોન સાથે ઝડપાયેલા નવિનચંદ્ર ડિમોન્ડ સામે ઇન્ડીયન વાયરલેસ ટેલીગ્રામ 1933-6 તથા ઇન્ડીયન ટેલીગ્રાફ એક્ટ 20 મુજબ ગુન્હો ભુજ એ ડીવીઝન પોલિસ મથકે નોંધાયો છે. જેનો સંપુર્ણ અહેવાલ કોર્ટમાં રજુ કરી કોર્ટના આદેશ મુજબ પોલિસ કાર્યવાહી કરશે ભારતમાં સેટેલાઇટ ફોન પ્રતિબંધીત છે. તેવામાં આ અમેરીકન નાગરીક પાસેથી સેટેલાઇટ ફોન ઝડપાતા પોલિસે રા્ષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને ધ્યાને રાખી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરી છે.

ગૃહ મંત્રાલય સુધી પહોચેલા કિસ્સામાં આગળ શુ થશે કાર્યવાહી ?

નવીનચંદ્ર ડિમોન્ડ મુળ નવસારી ગુજરાતના છે. અને વ્યવસાય અર્થે અમેરીકામાં સ્થાયી થઇ મોટી હોટલ ચેઇન ધરાવતી કંપની સ્ટોનબ્રીજના સી.ઇ.ઓ છે સેટેલાઇટ ફોન સાથે ઝડપાયેલા નવિનચંદ્ર ડિમોન્ડ સાથે અમેરીકાના ભારત ખાતેના પૂર્વ રાજદૂત રીચાર્ડ સેલેસ્ટ પણ હોઇ આ સમગ્ર મામલે પોલિસના ઉચ્ચ અધિકારીઓએ ગૃહમંત્રાલયનુ માર્ગદર્શન મેળવી સમગ્ર કાયદાકીય કાર્યવાહી કરી હતી. હાલ પોલિસે ગુન્હો નોંધ્યો છે. પરંતુ કોર્ટના આદેશ બાદ તેમના વિરૂધ્ધ આગળની કાર્યવાહી કરાશે જો કે એસ.ઓ.જી આ મામલે પણ રીપોર્ટ કરશે કે અન્ય સુરક્ષા એજન્સીઓની હાજરી વચ્ચે સેટેલાઇટ ફોન સાથે અમેરીકન નાગરીક નવિનચંદ્ર ડિમોન્ડ ભુજ એરપોર્ટ સુધી કઇ રીતે પહોંચ્યા? જો કે. કાયદાકીય કાર્યવાહી સાથે હાલ સમગ્ર કેસ પર ગૃહમંત્રાલયની સીધી નજર છે.

કોર્ટે આપ્યો તપાસ નો આદેશ

સેટેલાઇટ ફોન પ્રકરણ માં આજે સાંજે અમેરિકન નાગરિક નવિનચંદ્ર ડિમોન્ડ ને કોર્ટ માં રજૂ કરાયા હતા.કોર્ટે આવતી કાલ સવાર સુધી પોલીસ ને તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.ત્યાં સુધી નવીનચંદ્ર ડિમોન્ડ કચ્છ છોડી શકશે નહીં.આવતીકાલે પોલીસ ના તપાસ રિપોર્ટ બાદ કોર્ટ આગળ ની કાર્યવાહી કરશે.