Home Special નૈરોબીમા આજથી 3 દિવસીય લેવા પટેલ સમાજના મહોત્સવનો પ્રારંભ : વડાપ્રધાને...

નૈરોબીમા આજથી 3 દિવસીય લેવા પટેલ સમાજના મહોત્સવનો પ્રારંભ : વડાપ્રધાને ઉદ્દબોધન કરી આપી શુભેચ્છા

1171
SHARE
કચ્છ અને વિદેશનો વ્યાપારીક અને સાંસ્કૃતિક સંબધ જુનો છે તે પછી કોઇ પણ દેશ હોય પરંતુ અહી વાત કરવી છે નૈરોબીની, આફ્રિકાનો આ પ્રદેશ કચ્છની પસંદગીનુ સ્થળ રહ્યો છે અને તેથી જ કચ્છી ઓ અહી વર્ષોથી મોટી સંખ્યામા સ્થાયી થયા છે જો કે કચ્છ લેવા પટેલ સમાજના વેસ્ટ સંકુલને 25 વર્ષ પુર્ણ થતા સમાજે 3 દિવસીય મહોત્સવનું આયોજન કર્યુ છે જેનો પ્રારંભ આજથી વડાપ્રધાનના વીડીયો કોન્ફરન્સ ઉદ્દબોધન દ્વારા થશે આ ઉજવણીનો આનંદ લેવા પટેલ સમાજ સહિત ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ છે અને તેથીજ તેમણે ટ્વીટ કરી તેમના ઉદ્દબોધન અંગેની ખુશી સોસીયલ મીડીયા પર કરી હતી ભારતીય સમય મુજબ 12:30 વાગ્યે આ ઉજવણીનો પ્રારંભ PM નરેન્દ્ર મોદીના સંબોધન સાથે થશે

આ ઉજવણીના આયોજન અને આકર્ષણ

આ મહોત્સવમાં ભાગ લેવા માટે કચ્છથી સમાજના અનેક લોકો પહોચ્યા છે આ ઉપરાંત અન્ય વિદેશી દેશોમાં સ્થાયી થયેલા લેવા પટેલ સમાજના લોકો પણ આ કાર્યક્રમમા જોડાશે તો કચ્છથી સાંસ્કૃતિક કાર્યક્રમમા ભાગ લેવા માટે કચ્છ લેવા પટેલ નુ એક ગ્રુપ નૈરોબી પહોચ્યું છે. આ 3 દિવસીય મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આરોગ્ય શિક્ષણ અને સેવાના કાર્યોમાં મળેલ ઉપલબ્ધી અને આગામી રણનીતી અંગે ચર્ચા અને રૂપરેખા તૈયાર થશેઆ કાર્યક્રમમા 17,000 થી વધુ લોકો ભાગ લઇને કાર્યક્રમને સફળ બનાવશે આ આયોજનમાં વડાપ્રધાનના ઉદબોધન અને ઉજવણી માટે કચ્છના લેવા પટેલ સમાજ સહીત દેશ વિદેશના લેવા પટેલ સમાજમાં ઉત્સુકતા અને આનંદ જોવા મળી રહ્યો છે

વડાપ્રધાનનું ઉદબોધન news4kutch ના માધ્યમથી  અહીં આપેલા પ્લેયર પર જોઈ શકશો