Home Social ભરાયેલા પાણી અને કોરોના મહામારી વચ્ચે રણ ઉત્સવની તારાખી જાહેર; જાણો વિશેષ

ભરાયેલા પાણી અને કોરોના મહામારી વચ્ચે રણ ઉત્સવની તારાખી જાહેર; જાણો વિશેષ

1339
SHARE
કોરોના મહામારીમાં લોકડાઉન પછી અનલોકની પ્રક્રિયા શરૂ કરાઇ છે. ત્યારે સ્કુલો-કોલેજો સિવાય મોટાભાગની વસ્તુઓ હવે ખુલ્લી રાખવા માટે સરકાર કટ્ટીબંધ છે. ધાર્મીક મેળા-મલાખડાઓ બંધ રહ્યા બાદ હવે લોકો વિચારી રહ્યા છે. કે નવરાત્રી થશે કે નહી સ્કુલો ક્યારે ખુલશે જેના અંગે સરકારની હજી કોઇ જાહેરાત નથી પરંતુ કોરોના મહામારી અને રણમાં ભરાયેલા પાણી વચ્ચે અંતે રણ ઉત્સવ શરૂ કરવાની જાહેરાત શરૂ થઇ ગઇ છે. સંભવત 12 નવેમ્બરથી રણ ઉત્સવનો પ્રારંભ થઇ શકે છે. અને તેના માટે બુકીંગ તારીખો પણ ઝડપથી જાહેર કરવાની સરકારના ટુરીઝમ વિભાગની તૈયારીઓ છે. પરંતુ અહી પ્રશ્ર્ન એ છે. કે સામાન્ય જનજીવન કરવા જરૂરી રણ ઉત્સવની તારીખો કોરોના મહામારી અને પાણી ન સુકાયા પહેલા કરવી કેટલી યોગ્ય
જનજીવન અને કચ્છના નાના-મોટા ઉદ્યોગને ફાયદો
એક તરફ ગુજરાત સહિત દેશમાં કેસોની સંખ્યા વધી રહી છે આમ નાગરીકો માટે પાલન કરવા માટેના નિયમો ધણા છે. પરંતુ રાજકીય પાર્ટીઓ તેને સરઆમ ભંગ કરી રહ્યા છે. પરંતુ તે વચ્ચે ખાણી-પીણી,રેસ્ટોરેન્ટ,જીમ સહિતના વ્યવસાયો ફરી ખોલવાની જાહેરાત સાથે લોકો રૂટીનમાં આવી રહ્યા છે. ત્યારે જો કચ્છનો રણ ઉત્સવ કરવામાં આવે તો કચ્છની હોટલો કે જ્યા અત્યારે ધંધો 50ટકા કરતા પણ ઓછો છે તેને મોટો ફાયદો થાય તો તેને સલગ્ન રોજગારી સાથે કચ્છના હસ્તકળા કારીગરોને મોટો ફાયદો થાય તેમ છે. ત્યારે જરૂરી સુવિદ્યા અને નિયમોના પાલન સાથે રણ ઉત્સવ થાય તો મનોવૈજ્ઞાનીક અને આર્થીક ધણો ફાયદો થાય તેમ છે. અને અસામાન્ય બનેલ જનજીવન સામાન્ય થવામાં મદદરૂપ થાય
જાહેરાત થઇ પણ શુ પ્રવાસીઓ રણ જોઇ શકશે?
કચ્છના રણ ઉત્સવનુ એક અલગ આકર્ષણ દેશ-દુનિયામાં છે. પરંતુ પ્રવાસીઓ ટેન્ટસિટી સાથે સફેદરણનો અદભુત નઝારો માણવા માટે કચ્છ આવે છે. પરંતુ ગત વર્ષે રણમાં પાણી ભરાયેલા હોવા છંતા રણ ઉત્સવનો પ્રારંભ કરી દેવાયો અને બુકીંગ પણ કરી દેવાયુ ધણા પ્રવાસીઓ આવ્યા નિરાશ થયા અને કચ્છના સફેદરણ અને પ્રસાસન-સરકારની ખરાબ છબી લઇને ગયા ત્યારે ચાલુ વર્ષે પણ સ્થિતી એજ છે. જાણકારો ડીસેમ્બર મહિના સુધી રણના પાણી ન સુકાય તેવુ જોઇ રહ્યા છે. પરંતુ 12 નવેમ્બરે સંભવત રણ ઉત્સવની શરૂઆતનુ પ્રમોશન શરૂ થઇ ગયુ છે પરંતુ ફરી પ્રશ્ર્ન એ છે. કે ઉત્સવના મુળમાં જે સફેદરણ છે તે પ્રવાસીઓ નિહાળી શકશે?
દેશની આર્થીક સ્થિતી અને લોકોની મનોસ્થિતી જોઇ રણ ઉત્સવ થાય તે જરૂરી છે. પરંતુ મોટી રકમ ચુકવીને પણ જો પ્રવાસીઓ રણ ઉત્સવમાં અફાટ સફેદરણ જોઇ ન શકે તે કેટલુ વ્યાજબી છે. આ પહેલા પણ વહેલી જાહેરાત અને શરૂઆત પછી કચ્છની છબી ખરડાઇ છે. ત્યારે આ વખતે વહેલી જાહેરાત પછી રણ ઉત્સવ ક્યારે થાય તે જોવુ રહ્યુ પરંતુ પ્રશ્ર્ન ચોક્કસ થાય કે સફેદરણમાં પાણી અને કોરોના મહામારી વચ્ચે વેહલી જાહેરાત કેટલી યોગ્ય છે.?