Home Current તિર્થસ્થના નારાયણ સરોવરનુ તળાવ 2013 બાદ છલકાયુ; ગાદીપતી વધાવશે

તિર્થસ્થના નારાયણ સરોવરનુ તળાવ 2013 બાદ છલકાયુ; ગાદીપતી વધાવશે

594
SHARE
ભુજના હમિરસર તળાવ છલકાવાની ખુશીથી લોકોના હૈયા હજુ હરખાઇ રહ્યા છે તે વચ્ચે કચ્છ માટે વરસાદ વધુ એક સારા સમાચાર લાવ્યા છે. ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશમાં પણ જે મંદિર અને તેના નિર્મળ સરોવરની અગલ આસ્થા છે. તે તળાવ છલકાઇ ગયુ છે. કચ્છના પ્રવિત્ર તીર્થસ્થળ નારાયણસરોવર કોટેશ્ર્વર એક મોટુ તીર્થસ્થળ છે. અને તેનુ નિર્મળ સરોવરનો ઇતિહાસ પણ કઇક અનેરો છે. ત્યારે 2013 બાદ સારા વરસાદથી સરોવર છલકાઇ ગયુ છે. નારાયણ સોરવરના ગાદીપત્તીના હસ્તે ધામધુમ પુર્વક નવા નિરની વધામણી કરશે 2013માં સરોવર છલકાયુ હતુ અને આનંદ મહારાજે તળાવના વધામણા કર્યા હતા. જો કે નવાઇ વચ્ચે તીર્થસ્થળ નારાયણ સરોવરનુ કોઇ ઓગન નથી પરંતુ 2013માં સરોવર ઉપરથી પાણી જતુ હતુ ત્યારે વર્તમાન વરસાદમાં સરોવર ઉપરથી 14 ફુટ પાણી જતા ગ્રામજનોએ તળાવ વધાવવાની ચર્ચા કરી હતી અને તારીખ 2-09-2020 ના સવારે તળાવમાં નવા નિરના વધામણા સંતો-અને ગ્રામજનોની ઉપસ્થિતી થશે સરોવરના ઇતિહાસ અને ધાર્મીક મહત્વથી કોઇ ભાગ્યેજ અજાણ હશે પરંતુ આસ્થાનુ પ્રતિક એવુ સરોવર 2013 બાદ છલકાતા શ્રધ્ધાળુઓમાં હર્ષની લાગણી છે.