Home Current કચ્છમાં વિન્ડ કંપનીઓ નિયમોને નવે મુકી સંપતિ-પર્યાવરણને નુકશાન કરે છે ! પુરાવા...

કચ્છમાં વિન્ડ કંપનીઓ નિયમોને નવે મુકી સંપતિ-પર્યાવરણને નુકશાન કરે છે ! પુરાવા સાથે તંત્રમાં ફરીયાદ

1770
SHARE
કચ્છમાં સામાન્ય માણસથી લઇને ધારાસભ્ય સુધીના લોકોની ફરીયાદ રહી છે. કે કચ્છમાં વિન્ડ એનર્જી કંપનીઓ ખોટી રીતે કામ કરી છે. ક્યાક ખેડુતોના વડતરનો પ્રશ્ર્ન છે.,તો ક્યાક દાદાગીરીથી નિયમોને નેવે મુકી પવનચક્કી અને વિજટાવરો ઉભા કરવાની ફરીયાદો છે. તે વચ્ચે આજે કચ્છમાં આવીજ વિન્ડ એનર્જીી કપંની સામે તંત્રને પુરાવા સાથે આવેદનપત્ર આપી ગુજરાત પ્રદેશ કિસાન મોરચાએ ન્યાયીક તપાસની માંગ કરી છે. લખપતમાં આઇનોક્ષ વિન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર લી. તથા અદાણી પાવર દ્રારા નિયમો વિરૂધ્ધ ખોટી જગ્યાએ પવનચક્કી અને ટાવરો ઉભા કરાયા છે. તો ખનીજચોરી સાથે વૃક્ષોના નિંકદન મામલે પણ કંપનીની કામગીરી ખોટી છે છંતા તેમના વિરૂધ્ધ પગલા નથી લેવાઇ રહ્યા ત્યારે આજે વિવિધ રાજકીય સામાજીક સંસ્થાઓના જાગૃત હોદ્દેદારોએ આ મામલે કલકટરને પુરાવા સાથે રજુઆત કરી હતી.
નિયમો ભંગના પુરાવા સાથે ગંભીર આક્ષેપ
-લખપતના જુણાચાય સર્વે નં- .૨૪,૭૧,૨૫૩ અને ૨૭૩ વાળી જમીનમાં આઈનોક્ષ વિન્ડ ઈન્ફાસ્ટ્રકચર સર્વિસીઝ લી . રાજકોટને ૨૦ વર્ષના ભાડા પટે પવન ચક્કી ઉભી કરવાના હેતુથી આપવામાં આવી છે . આ કંપનીને મંજુર થયેલ મોજે જુણાચાયના જુના સ.નં .૨૭૩ પૈકીના નવા સ.નં .૧૨૯ પૈકીના પોઈન્ટ નં .૬૮ તથા જુના સ.નં .૭૧ પૈકીના નવા સ.નં .૪૪૭ પૈકીની જમીનમાં પોઈન્ટ નં .૭૦ વાળી જમીનમાં પવન ચક્કી ઉભી કરવાના બદલે જુણાચા ગામની સીમમાં અન્ય સરકારી પડતર જમીનમાં પવન ચક્કી ઉભી કરવામાં આવેલ છે
-જણાચાય તા.લખપતના સ.નં .૯૮ પૈકીની જમીનમાં અદાણી કંપનીને પવનચક્કી પોઈન્ટ નં.કે -૨૧૨ નંબર વાળો મંજુર થયેલ છે.અદાણી ગ્રીન એનર્જી વાળાએ સર્વે.નં .૯૮ માં પવન ચક્કી ઉભી કરવાને બદલે મોજે જુણાચાયના સ.નં .૧૩૬ પૈકીની જમીનમાં પવન ચક્કી ઉભી કરેલ છે . આ બાબતે મામલતદારશ્રી લખપત દ્વારા તા .૩૧ / ૮ / ૨૦૨૦ ના દિન –૧૦ માં અદાણીને પવન ચક્કી દુર કરવાનો હુકમ કરેલ છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી .
-મેઘપર-,તા.લખપતના ગૌચરના સ.નં .૧૧૧ , ૧૧૨,૧૧૩,૧૦૪ , તેમજ મોજે જુણાચાય , તા.લખપતના સ.નં .૨૦૮ , ૩૫૪ અને ૩૫૩ તેમજ મોજે અમીયા , તા.લખપતના સ.નં .૩૪ વાળી તમામ જમીન સરકારી રેકર્ડ મુજબ અને સ્થાનીકે ગૌચર બોલે છે . આ જમીન પર વિજ કંપનીઓ દ્વારા કોઈપણ જાતની પ્રક્રિયા કર્યા વિના વિજ પોલ ઉભા કરી વીજ લાઈન નાખવામાં આવી છે મોજે હરોરા સ.નં .૧૩૮ પૈકીની જમીનમાં મંજુર થયેલ પવન ચક્કી મોજે ખટીયાના સ.નં .૯૯ પૈકીની જમીનમાં ઉભી કરવામાં આવી છે
-અદાણી ગ્રીન એનર્જી ધ્વારા મેઘપર અને મોટા વાકામાં મોટેપાયે ખનીજ ચોરી કરવામાં આવી હતી . આ બાબતે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા તા .૧૫ / ૨ / ૨૦૨૦ ના હુકમથી રૂા .૭૦,૭૯,૪૭ ર / -નો દંડ પણ કરવામાં આવ્યો હતો . આ દંડ તો માત્ર એકજ જગ્યાએ કરેલ ખનીજ ચોરી બાબતે કરવામાં આવ્યો છે . હકીકતમાં અદાણી અને અન્ય વિજ કંપનીઓ દ્વારા લખપત , અબડાસા અને નખત્રાણાના વિસ્તારમાં કરોડો રૂપીયાની ચોરી કરવામાં આવી છે .
-દિલ્હી હાઈકોર્ટ વિરૂધ્ધ પાવર ગ્રીડ કંપની વિરૂધ્ધના હુકમ માં કોર્ટે આદેશ કરેલ છે કે , ટાવર એ સંપતિનો એક ભાગ છે . કચ્છની અંદર આવેલ તમામ પવન ચક્કીઓ પણ સંપતિ છે . પરંતુ આ વિજ કંપનીઓ દ્વારા એક પણે ગામમાં પવન ચક્કીનો કોઈપણ જાતનો વેરો ભરવામાં આવતો નથી
-કચ્છ જિલ્લામાં આવેલ તમામ પવન ચક્કીઓ પાસેથી વેરા વસુલાતની કાર્યવાહી કરવા બાબતે પંચાયતોને સુચના આપવામાં આવે લખપત અબડાસા અને નખત્રાણા વિસ્તારમાં આવેલ પવન ચક્કીઓ દ્વારા આ વિસ્તારના ગ્રામ્ય રસ્તાઓને ખુબજ મોટાપાયે નુકશાન કરવામાં આવેલ છે આ બાબતે તમામ કંપનીઓ પાસેથી રસ્તાના નુકશાન બાબતે દંડ વસુલવામાં આવે
-જુણાચાયના સ.નં .૩૪ વાળી જમીનમાં કલેકટર કક્ષાએથી ટોચમર્યાદા બાબતે મનાઈ હુકમ હોવા છતાં અદાણી ગ્રની એનર્જી ધ્વારા પવન ચક્કીનો ફાઉન્ડેશન ઉભો કરી દેવામાં આવેલ છે . હરોડાના સ.નં .૧૩૮ / ૧ માં આઈનોક્ષ ઈન્ફાસ્ટ્રકચર સર્વીસ લી.ને મંજુર થયેલ પવન ચક્કી પોઈટ નં .૭૧ માં નાયબ કલેકટરશ્રી નખત્રાણા દ્વારા તા .૨૭ જુલાઈના ચેકડેમમાં પવન ચક્કી ઉભી કરવાના અનુસંધાને મનાઈ હુકમ આપવામાં આવેલ છે .
-આ પવન ચક્કીઓ દ્વારા વિજ લાઈન ઈસ્યુલેટેડ ન કરવાના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મોટી સંખ્યામાં મોત થાય છે . આપશ્રીની કક્ષાએથી પવન ચક્કીને જમીન મંજુર કરવામાં આવતા હુકમમાં સ્પષ્ટ જોગવાઈ છે કે , તમામ વિજ લાઈન ઈસ્યુલેટેડ કરવાની હોય છે . પરંતુ કોઈપણ કંપની દ્વારા વિજ લાઈન ઈસ્યુલેટેડ કરવામાં આવે.
કચ્છમાં વિન્ડ એનર્જી કંપની દ્રારા અનેક વિસ્તારોમાં ઝડપી કામ પુર્ણ કરવાની દિશામાં અનેક જગ્યાએ નિયમો ભંગ થયા છે. જેમા કાયદાકીય અને સ્થળ પર સ્થાનીકે વિરોધ છંતા કંપનીની મનમાનીથી નુકશાનીના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આ મુદ્દે લડતા જાગૃત નાગરીકોએ નિયમોના ભંગની સાથે પર્યાવરણ અને કચ્છના કિંમતી ખનીજના નુકશાન બાબતે કડક પગલા લેવાની માંગ સાથે કિસાન આગેવાન એચ.એસ.આહિરે લડતની ચિમંકી ઉચ્ચારી છે.