દારૂબંધી-જુગાર અને ચોક્કસ ગેરકાયદેસર કામો માટે પોલિસને દોષ આપી બદનામ કરવુ હવે તે થોડુ અતીશયોક્તિ ભર્યુ ગણી શકાય. તેમાંય દેશી દારૂ કે ઇગ્લીંશ દારૂ જેવી બદી તો હવે સામાજીક જીવનમાં વણાઇ ગઇ છે. તેથી તેના મુદ્દે પોલિસ કાઇ કરતી નથી બંધ નથી કરાવતી એવુ આપણે વાંરવાર કહીએ અને માંગણી કરીએ તે યોગ્ય છે. પરંતુ વાસ્તવિક્તા એ છે. કે તેને બંધ કરાવવુ અશક્ય છે. પરંતુ આજે આ દારૂબંધી વિષે લખવાનુ એટલે થયુ કે નખત્રાણાની એક મહિલાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તે દારૂ ખુલ્લેઆમ વહેંચાય છે. અને પોલિસ હપ્તા લે છે. તેવુ કહી રહી છે. ચાલો તે પણ માની લઇએ કે આવુ પણ અનેકવાર આપણે સાંભળ્યુ છે. કે પોલિસ દારૂ-જુગારના હપ્તા લે છે. પરંતુ આ આખી ઘટનામાં ગંભીર વાત એ છે. કે મહિલા તેનુ આ નિવેદન નખત્રાણા પોલિસ સ્ટેશનની બહાર જ આપે છે. અને ખુલ્લેઆમ પોલિસ લાઇન નજીક તથા અનેક વિસ્તારોમાં દારૂ વહેંચાય તેવુ સ્પષ્ટ રીતે કહે છે.
પોલિસ મથક બહાર મહિલાનો વિડીયો ધણુ કહી જાય છે.
નખત્રાણા વિસ્તારમાં આવી દારૂ-જુગારની બદ્દીને દુર કરવા પોલિસે અનેક પ્રયત્ન કર્યા હશે પરંતુ મહિલાનુ નિવેદન ધણુ કહી જાય છે. કેમકે નખત્રાણા પોલિસ વિભાગ હાલ આવી બાબતો કરતા પવનચક્કીના મામલે વધુ ચર્ચામાં છે. અનેક ખેડુતો અને અરજદારોની ફરીયાદ છે. કે પોલિસનો જુકાવ કંપનીઓ તરફ વધુ હોય છે. જો કે વાત દારૂની છે ત્યારે આ કિસ્સો પોલિસ માટે પણ લાલબત્તી સમાન છે. કેમકે જ્યારે એક સામાન્ય વ્યક્તિ પોલિસ મથકે આવીનેજ ખુલ્લેઆમ પોલિસની આબરૂના ધજાગરા કરે ત્યારે સામાન્ય જનમાનશ પર તેની ગંભીર અસર પડે છે. જો કે વિડીયો ક્યારનો છે. તે ચોક્કસ સામે આવ્યુ નથી પરંતુ સ્થાનીકોના જણાવ્યા મુજબ 28 તારીખે આ મહિલાએ નિવેદન આપ્યુ હતુ જે સ્થાનીક જાગૃત લોકોએ કેમેરામાં કેદ કર્યો હતા. પોલિસ પર આવા આક્ષેપો સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે પોલિસ સ્ટેશન બહાર જ મહિલા ખુલ્લે આમ પોલિસ પર આક્ષેપો કરતી હોય ત્યારે તે વિસ્તારમાં પોલિસ કામગીરીમાં કાઇક ખુટે છે. તેટલુ માની શકાય તેમ છે.
પચ્છિમ કચ્છ પોલિસ વિભાગના નવનિયુક્ત પોલિસવડા પબ્લીક પોલીશીંગમાં વધુ માને છે. તેવુ તેમની અગાઉની કામગીરી અને અત્યારના દ્રષ્ટ્રીકોણ તરફથી લાગે છે. ત્યારે આ મહિલાનો વિડીયો નહી પરંતુ તેના પરથી આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી અને દારૂની બદ્દીનો અંદાજ લગાવી કોઇ નક્કર એક્શન પ્લાન ઘડે તે જરૂરી છે. કેમકે વાઇટકોલર લોકોને ખુશ કરવા મામલે આમપણ નખત્રાણા પોલિસ ચર્ચામાં છે. જ પરંતુ હવે સામાન્ય લોકોને સ્પર્સતા મુદ્દામાં પણ પોલિસની છાપ આવી હોય તે શોભનીય તો નથીજ….