Home Social ફેસબુક પર ચાલતા ચેલેન્જ ટ્રેડ અંગે અંતે કચ્છ પોલિસે લોકોને ચેતવ્યા જો...

ફેસબુક પર ચાલતા ચેલેન્જ ટ્રેડ અંગે અંતે કચ્છ પોલિસે લોકોને ચેતવ્યા જો જો ફોટાનો દુરઉપયોગ ન થાય

5587
SHARE
કપલ ચેલેન્જ,સ્માઇલ ચેલેન્જ,મધર ચેલેન્જ સહિત વિવિધ ચેલેન્જ ટેડ્ર અત્યારે ફેસબુક પર ખુબ ચાલી રહ્યા છે. અને લોકો પોતાના અંગત જીવનની ક્ષણો જાહેર માધ્યમ પર લોકો શેર કરી ચેલેન્જના રૂપમાં તેને શેર કરી રહ્યા છે. જો કે એજ ટ્રેડમાં એક તરફ જ્યા લોકો જોડાઇ રહ્યા છે. ત્યા બીજી તરફ સોસીયલ મિડીયામાં તેનો વિરોધ પણ થઇ રહ્યો છે. અને કેટલાક જાગૃત લોકો આવા ચેલેન્જ ટ્રેડીગ અંગે લોકોને ચેતવી પણ રહ્યા છે. ત્યારે હવે પોલિસ પણ આ અંગે સફાળી જાગી છે. અને લોકોને સાવચેતી પુર્વક આવી બાબતોમાં જોડાવા માટે જાહેર અપિલ કરી રહ્યુ છે. આજે ગુજરાતની વિવિધ પોલિસ તથા તેંમના સાયબર સેલ દ્રારા આ અંગે લોકજાગૃતિ માટે સંદેશા પણ વહેતા કરાયા છે. જેમાં લોકોને આવા ચેલેન્જમાં ન જોડાવા સાથે તેના ગેરઉપયોગ થઇ શકે છે તેવી શંકા સાથે પોતાની અંગત પળ અને પરિવારના સભ્યોના ફોટો મોફીંગથી સાવધાન રહેવા જાહેર જનતાને જણાવ્યુ છે. કચ્છમાં પુર્વ કચ્છ એસ.ઓ.જી સાયબર સેલએ આ અંગે જાગૃતિ પોસ્ટરો વહેતા કર્યા છે. અને ગુજરાતમાં ધણા પોલિસ મથકોએ આવી પહેલ કરી લોકોને ચેતવ્યા છે. ત્યારે લોકો આવી ચેલેન્જ ટ્રેડીગમાં સાવચેતી પુર્વક ફોટાનુ આદાનપ્રદાન કરી સુરક્ષીત અને સાવધાન રહે તેવી ન્યુઝ4કચ્છ પણ અપિલ કરે છે.