Home Social યે આગ કબ બુજેગી! રાપર હત્યામાં ત્રીજા દિવસે પણ વિરોધ; સીટની રચના...

યે આગ કબ બુજેગી! રાપર હત્યામાં ત્રીજા દિવસે પણ વિરોધ; સીટની રચના કરાઇ

1445
SHARE
રાપરમાં સામાજીક આગેવાન અને ધારાશાસ્ત્રી દેવજીભાઇની હત્યા થયાના 3 જા દિવસે પણ વિરોધ યથાવત રહ્યો છે. જ્યા ગઇકાલે હત્યા કરનાર ભરત રાવલની મુંબઇથી ધરપકડ સાથે પોલિસે આ કેસમાં મહત્વની સફળતા મેળવી છે ત્યા બીજી તરફ સમાજ અને પરિવારજનોની માંગ છે. કે હત્યાકાંડની ન્યાયીક તપાસ સાથે તમામ આરોપીઓ નહી પકડાય ત્યા સુધી લાશનો સ્વીકાર કરશે નહી આજે સામખીયાળી,આડેસર નખત્રાણા અને ગાંધીધામ સહિતના તાલુકા મથકોના મુખ્ય માર્ગ પર પોલિસ વિરોધ્ધી સુત્રોચાર સાથે સમાજના લોકો દેવજીભાઇની હત્યાના વિરોધમાં રસ્તા પર ઉતરી પડ્યા હતા. જો કે વધુ સ્થિતી વણસે તે પહેલા પોલિસે સ્થિતી પર કાબુ મેળવ્યો હતો. તો બીજી તરફ 15 દિવસમાં સચોટ તપાસ માટે રેન્જ આઇ.જીની અધ્યક્ષતામાં હત્યાકેસની તપાસ માટે સીટની ટીમની રચના પણ કરાઇ છે.
યે આગ કબ બુજેગી?
એક તરફ જ્યા દેવજીભાઇની હત્યા પછી વિરોધની આગ હજુ શાંત થઇ નથી. ત્યા બીજી તરફ રાપર ખાતે ક્ષત્રિય સમાજની પણ એક બેઠક મળી હતી. અને દેવજીભાઇની હત્યામાં સમાજના આગેવાનો સહિતના લોકો સામે થયેલી ખોટી ફરીયાદ પછી સમાજની શુ ભુમીકા રહેશે તે અંગે ચર્ચા થઇ હતી. જેમાં રાપરના અન્ય સમાજના આગેવાનો અને વેપારીઓ પણ જોડાયા હતા. તો બીજી તરફ આખા પુર્વ કચ્છ સહિત મોટો કાફલો રાપરમાં બંદોબસ્ત માટે ખડકી દેવાયો હોવા છંતા રાપરના ત્રબૌમાં રેતી કાઢવા જેવી બાબતને લઇને એકજ પરિવારના 3 સભ્યો પર ધાતકી હુમલાનો બનાવ બન્યો હતો જેની તપાસ સાથે મામલો વધુ ગંભીર ન બને તે માટે પોલિસે કવાયત શરૂ કરી છે. દેવજીભાઇની હત્યાનુ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. પરંતુ દેવજીભાઇની હત્યા ત્યાર બાદની ફરીયાદ પછી બન્ને પક્ષે સમાજ મેદાને આવ્યુ છે. ત્યારે અત્યારે શાંત લાગતો મામલો આગામી દિવસોમાં વધુ પેચીદો બને તેવી શક્યતા પણ નક્કારી શકાય નહી કેમકે સતત ત્રીજા દિવસે હત્યા મામલે વિરોધ યથાવત છે.
તટસ્થ તપાસ સાથે કાયદો જાળવવાનો પડકાર
હત્યાનુ કારણ જે તપાસમાં સામે આવે તે પરંતુ સરાજાહેર હત્યાથી પોલિસના અસ્તિત્વ સામે અનેક સવાલો ઉભા થયા છે. તો પોલિસની તપાસની દિશા પર પણ પરિવારોએ સવાલો ઉઠાવ્યા છે ત્યારે પોલિસે ન્યાયીક તપાસ માટે રેન્જ આઇ.જી.ની અધ્યક્ષતામાં એક સીટની ટીમની રચના કરી છે. જેમાં IG,SP બે DYSP સહિત 7 લોકોની ટીમ રચાઇ છે. જે 15 દિવસમાં ન્યાયીક તપાસ સાથે સંપુર્ણ ધટનાનો અહેવાલ તૈયાર કરશે જો કે પોલિસની ન્યાયીક તપાસની વારંવરા જાહેરાત છંતા એક તરફ દેવજીભાઇના સમાજના લોકો તો હવે બીજી તરફ જેમના પર હત્યાના આરોપ લાગ્યા છે. તેમનો સમાજ પણ ખુલ્લીને મેદાને આવા રણનીતી ધડી રહ્યુ છે. ત્યારે ન્યાયીક તપાસની સાથે પરિસ્થીતી નવો વંણાક લઇ કાયદા-વ્યવસ્થા માટે જોખમ ઉભુ ન કરે તે જાળવવાનો પણ પોલિસ સામે પડકાર છે.
દેવજીભાઇની હત્યાના ત્રીજા દિવસે પોલિસે સ્પષ્ટ સંકેત ન્યાયીક તપાસના આપ્યા છે અને આરોપીની ધરપકડ સાથે સીટની રચના કરી છે. ત્યા બીજી તરફ વિવિધ સમાજના લોકો સંયમ રાખ્યા વગર બીજી દિશામાં આગળ વધવાની રણનીતી ધડતા હોય તેવુ સ્પષ્ટ લાગી રહ્યુ છે ત્યારે કાયદો વ્યવસ્થા જાળવવા,ન્યાયીક તપાસની સાથે કચ્છમાં બનતી નાની-મોટી તમામ ધટનાઓ પર પોલિસ અને સરકારના ખાસ વિભાગો બાઝ નજર રાખી રહ્યા છે. પરંતુ હાલ સમગ્ર કચ્છમાં ઉચ્ચાટ છે. કે યે..આગ કબ બુજેગી…