ભુજ તાલુકાના સુખપર(મોચીરાઇ) માર્ગ પર રહેતા પ્રવિણ દેવશી ભુડીયાની પત્નીની લાશ ગઇકાલે તેનાજ ઘરે મળી હતી. આત્મહત્યા કે હત્યા થઇ હોવાની શંકા વચ્ચે પોલિસે તપાસ શરૂ કરી મહિલાની હત્યા થઇ હોવાના તારણ પર પહોચી હતી જો કે ગઇકાલે સમગ્ર સુખપર સહિત પટેલ ચૌવીસીમાં ચર્ચીત આ કિસ્સામાં નવો વંણાક આવ્યો હતો. અને મૃત્કના પતીએ તથા સુખપરના ગ્રામજનોએ માનકુવા પોલિસ મથકના પી.આઇ વિહોલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને મહિલાની હત્યા મામલે તેની પતિને મારમારી ગુન્હો કબુલ કરવા માટે દબાણ કર્યુ હતુ. જો કે ગામ અને સમાજના આગેવાનોને આ વાતની જાણ થતા આજે સવારથીજ મોટી સંખ્યામાં લોકો ગામમા ભેગા થયા હતા. અને જાહેરમાં પોલિસનો ઉધડો લીધો હતો.
પોલિસે હત્યાની શંકા પતી પર ગઇ અને……
ઘરના બેડરૂમમાંજ મહિલા વિજયાબેન ભુડીયાની લાશ મળતા ઘટનાને લઇને અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા જો કે પોલિસે તપાસનો દોર શરૂ કરી મહિલાની હત્યા થઇ હોવાનુ તપાસમાં ખોલ્યુ હતુ. અને જેની તપાસમાં પ્રથમ શંકા તેના પતિ પર રાખી તેની ઉંડાણપુર્વક તપાસ શરૂ કરી હતી. જો કે આજે પ્રવિણભાઇએ સમાજના આગેવાનો અને સુખપરના સમાજના લોકોને એકઠા કરી સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. અને પોલિસે કલાકો સુધી તેના પર ગુન્હાની કબુલાત માટે દબાણ કરવા સાથે તેને માર માર્યો હોવાની કેફીયત આપતા સમાજે ઘટનાને વખોડી હતી અને ઘટના સ્થળ પર આવેલા આક્ષેપીત પી.આઇની કાર્યદક્ષતા સામે સવાલો ઉભા કર્યા હતા. તો અગાઉ માનકુવા વિસ્તારમાં બનેલા કિસ્સામાં પણ પોલિસ અને પી.આઇ વિહોલની ભુમીકા સામે પણ સવાલો ઉભા કર્યા હતા
ન્યાય નહી ત્યા સુધી લાશ નહી સ્વીકારે
ગ્રામજનોએ મૃત્કના પરિવારની છબીને ધ્યાન રાખી પોલિસે કરેલી કાર્યવાહી સામે પોલિસને સ્થળ પર ઉગ્ર રજુઆત સાથે પી.આઇએ પણ ગ્રામજનોની રજુઆત બાદ તેમની કામગીરી ખરાબ હોવાનો સ્વીકાર કર્યો હતો. પરંતુ અવાર-નવાર બનેલી ઘટનાઓમાં પોલિસની કાર્યવાહી અને વર્તન ખરાબ રહેતા ગ્રામજનોએ પરિવાર સાથે જ્યા સુધી ન્યાયીક તપાસ ન થાય અને જ્યા સુધી મૃત્ક મહિલાના હત્યારા ન પકડાય ત્યા સુધી લાશ ન સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. અને આ મામલે ઉચ્ચ પોલિસ અધિકારીઓને પણ ફરીયાદ કરી હતી પ્રવિણભાઇએ કલાકો સુધી ખરાબ વર્તન અને માર મારી પી.આઇએ ગુન્હો કબુલી લેવા માટે દબાણ કર્યુ હોવાનુ જણાવ્યુ હતુ
રાપરની હત્યાના ઘેરા પ્રત્યાધાતોનો મામલો હજુ માંડ શાંત થયો છે. ત્યા સુખપરમાં બનેલી હત્યાની ઘટના પછી પોલિસની કાર્યવાહી સામે વિરોધથી પોલિસ માટે પડકાર ઉભો થયો છે. અને પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કરવા સાથે પોલિસના આવા વર્તન સામે લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે. જો કે હત્યાનો ભેદ હજુ ઉકેલાયો નથી. ત્યા ફરી પટેલ સમાજ લડી લેવાના ઇરાદે પોલિસ સામે આવતા હત્યાના ભેદ ઉકેલવા સાથે ગ્રામજનોના રોષને શાંત કરવાનો પોલિસ સામે પડકાર છે.