Home Social કચ્છ કોગ્રેસ પ્રમુખની તાનાશાહી! સોશ્યિલ મિડીયામાં પોસ્ટ કરનાર અંજારના સંનિષ્ઠ કાર્યકરને સસ્પેન્ડ...

કચ્છ કોગ્રેસ પ્રમુખની તાનાશાહી! સોશ્યિલ મિડીયામાં પોસ્ટ કરનાર અંજારના સંનિષ્ઠ કાર્યકરને સસ્પેન્ડ કર્યા

3140
SHARE
ગુજરાતીમાં એક કહેવત છે કે નબળી ગાય પર બગાઇ બેશે અને આ કહેવતને યથાર્થ ઠેરવી છે કચ્છ જીલ્લા કોગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કેમકે અગાઉ તેમનો જાહેરમાં અનેક લોકોએ વિરોધ કર્યો છે.જાહેર બેનરોમા પ્રમુખ તરીકે ફોટો ન મુકી પાર્ટી ગાઇડલાઇનનુ ઉલ્લંધન કર્યુ છે. પરંતુ તેની સામે જીલ્લા પ્રમુખ તરીકે કોઇ જ શિક્ષાત્મક કાર્યવાહી ન કરનાર કચ્છ કોગ્રેસના પ્રમુખ અને કોગ્રેસ પાર્ટીએ માત્ર એક સમાચાર પોસ્ટ મુકનાર પાર્ટીના સંનિષ્ઠ કાર્યક્રરને સસ્પેન્ડ કરી નાંખ્યો છે પાર્ટી શિસ્તતા અને આગામી ચૂંટણીમાં નુકશાનકારક પોસ્ટ સાબિત થઇ શકે તેવા ન સમજી શકાય તેવા બહાના હેઠળ તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે જો કે ગુપ્ત રીતે થયેલી પાર્ટીની આ કાર્યવાહી પાર્ટીનાજ અનેક લોકોને પસંદ ન આવતા ગુપ્ત કાર્યવાહી જાહેર થઇ ગઇ હતી અને પાર્ટીનાજ નિર્ણયથી કાર્યક્રરો આગેવાનોમાં નારાજગી જોવા મળી હતી..
કડવા સત્યનું પરિણામ પાર્ટીમાંથી પાણીચું
કચ્છ જીલ્લા કોગ્રેસના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી કાર્યક્રરો અને આગેવાનોમાં યજુવેન્દ્રસિંહની કાર્યદક્ષતા પર અનેક સવાલો હતા પરંતુ યુવાચહેરા તરીકે પાર્ટીની ગાઇડલાઇન મુજબ તેઓ પ્રમુખ બન્યા હોવાથી બધા કાર્યકર આગેવનો સારા પરિણામોની અપેક્ષા રાખી રહ્યા હતા જો કે તાજેતરમાંજ અબડાસાની ચુંટણી અને અગાઉ લેવાયેલા અમુક નિર્ણયોની પાર્ટીના કાર્યક્રરોમા અલગ જ ચર્ચા શરૂ થઇ હતી તેવામા ગઇકાલે પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ અબડાસામાં રમેલા રાજકીય ખેલને ઉજાગર કરતા એક સમાચાર અંજારના પુર્વ શહેર પ્રમુખ રવિ ચમનભાઇ આહિર(સોરઠીયા) એ કોગ્રેસના જ સોસીયલ ગ્રુપમાં મુકતા તેની સામે તાનાશાહી કાર્યવાહી કરી કોગ્રેસ પક્ષે તેમને સસ્પેન્ડ કરી નાંખ્યા છે રવિ આહિરે માત્ર એક કોગ્રેસના કાર્યકર તરીકે પાર્ટીના હિતમાં પોતાની વાત ગ્રુપમાં રજુ કરી હતી પરંતુ કડવું સત્ય સાંભળી-વાંચી ન શકનાર કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે
રવિ સામે કાર્યવાહી તો અગાઉ લખનાર સામે કેમ નહી ?
કચ્છ જીલ્લા કોગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સામે અગાઉ પણ કાર્યક્રરો અને આગેવાનોએ જાહેરમાં લખ્યુ છે. થોડા સમય પહેલાજ યુથ કોંગ્રેસે જાહેર કાર્યક્રમના પોસ્ટરમાં પ્રમુખનું નામ ન નાંખવા સાથે તેમને આમંત્રણ પણ આપ્યુ ન હતું. તો ફેસબુક પર પણ પાર્ટીને નુકશાન થાય તે સંદર્ભેની પોસ્ટ જાહેરમાં મુકી હતી.પરંતુ તેમની સામે કાર્યવાહીમાં જાણે પ્રમુખ ટુંકા પડ્યા હોય તેમ તેમની સામે કોઇ કાર્યવાહી અત્યાર સુધી થઇ નથી પરંતુ આજે સવારે ગ્રુપમાં સમાચાર સાથે પાર્ટી હિતની ચિંતા સાથેની પોસ્ટ કરનાર રવી આહિરને સસ્પેન્ડ કરી દેવાયો છે જો કે રવી આહિરે જણાવ્યુ હતુ કે તેઓ એલ.ડી ઇન્જીન્યરીંગ કોલેજથી પોતાની કારકીર્દી શરૂ કરી હતી અને પાર્ટી માટે કામ કરતા 8 પોલિસ કેસ તેમના પર થયા છે પાર્ટી માટે લોહી રેડ્યું છે 5 વર્ષ કચ્છ યુનીવર્સીટી સેનેટ સભ્ય તરીકે રહ્યો છુ જી.ટી.યુ ના ટેકનીકલ કોર્ડીનેટર NSUI ગુજરાતના ઉપપ્રમુખ કચ્છ સૌરાષ્ટ્ર ઝોનના NSUI કો કોર્ડીનેટર આવા અનેક હોદ્દા પર કોગ્રેસ પાર્ટીને મજબુત કરવા કામ કર્યુ છે રાજકારણ મારો શોખ છે મારો વ્યવસાય નહી તેથી મારા વિરૂધ્ધ થયેલી કાર્યવાહીથી દુખ થયુ છે
કચ્છ કોગ્રેસના પ્રમુખની કાર્યક્ષૈલી અને તેમની ક્ષમતા કેટલી છે તે જોવાનું કામ કોગ્રેસ પાર્ટીનુ છે પાર્ટીનો આંતરીક મામલો છે પરંતુ જ્યારે પાર્ટીના કાર્યકરો પાર્ટીના હિત માટે જ્યારે આંતરીક ચર્ચા કરતા હોય તેવા સમયે યુવા આગેવાન સામે થયેલી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી કોગ્રેસ પ્રમુખે તાનાશાહી વ્યવહારોના દર્શન કરાવવા સાથે આડકતરી રીતે પોતાના વિરૂધ્ધ લખાય છે તે સત્ય હાવાનો સ્વીકાર કર્યો છે જો કે હવે મામલો ઉચ્ચકક્ષાએ પહોંચે તેવી પુરી શક્યતા છે પરંતુ અબડાસાની ચુંટણી સાથે કોંગ્રેસનું આંતરીક રાજકારણ ગરમાયુ છે…