અબડાસા સહિત રાજ્યની ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકનો લઇને હવે માત્ર એકાદ બેઠકને બાદ કરતા ભાજપ કોગ્રેસ બન્નેએ ઉમેદવારોની જાહેરાત કરી છે. ત્યારે આજે કચ્છની અબડાસા વિધાનસભા બેઠક-01 ની પેટાચુંટણી માટે કોગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી ભાજપમાંથી ઉમેદવારી નોઁધાવનાર પદ્યુમનસિંહ જાડેજાની રાજકીય દવા માટે કોગ્રેસે ડો,શાંતીલાલ સેંધાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આમતો કોગ્રેસના અનેક નેતાઓના ધમપછાડા અને વિરોધ વચ્ચે શાંતીલાલ સેંધાણી નક્કી હોવાનુ ચર્ચાતુ હતુ તો શાંતીલાલ સેંધાણીને ટીકીટ ન મળે તે માટે પક્ષવિરૂધ્ધી પ્રવૃતિની ફરીયાદ પણ કરાઇ હતી. પરંતુ અંતે કોગ્રેસે જીતના વિશ્ર્વાસ સાથે મજબુત ઉમેદવારને ટીકીટ આપી છે. ડો શાંતીલાલ સેંધાણી પાટીદાર સમાજ ઉપરાંત અન્ય જ્ઞાતીઓ પર પ્રભુત્વ ધરાવવા સાથે વર્ષોથી કોગ્રેસના સનિષ્ઠ કાર્યક્રર રહ્યા છે
હવે જામશે ચુંટણીનો ખરાખરીનો જંગ
આમતો અબડાસા બેઠકમાં હમેંશા કોગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. પરંતુ વર્તમાન સમયમાં જ્યારે ચુંટણીઓના સમિકરણો બદલાયા છે. ત્યારે ગમે તે થઇ શકે તે વાત નક્કી છે. ત્યારે ભાજપે અગાઉથીજ ચુંટણીની તૈયારીઓ શરૂ કરી હતી અને પાર્ટીના અનેક ધારાસભ્ય-મંત્રીઓ પણ પદ્યુમનસિંહ જાડેજાના વિજેતા બનાવવા મેદાને ઉતર્યા છે ત્યારે હવે કોગ્રેસે પણ મજબુત કહી શકાય તેવા વ્યક્તિને ટીકીટ આપતા ખરાખરીનો જંગ થશે એક તરફ જ્યા કોગ્રેસનુ આ બેઠક પર પ્રભુત્વ છે. પક્ષપલ્ટો કરતા પુર્વ ધારાસભ્ય પદ્યુમનસિંહ સામે રોષ છે. ત્યારે ડો શાંતીલાલ જેવી પ્રતિભાને ટીકીટ અપાતા હવે ખરાખરીનો જંગ જામશે કેમકે જીલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદનુ નખત્રાણા-લખપત જેવા વિસ્તારોમાં પ્રભુત્વ છે ત્યારે હવે ડો શાંતીલાલ સેંધાણીની એન્ટ્રીથી મતોનુ વિભાજન થશે તે નક્કી છે
શક્તિસિંહની મહત્વની ભુમીકા રહેશે
અબડાસા બેઠક પરથી એકવાર વિજેતા બનેતા કોગ્રેસના સીનીયર આગેવાન એવા શક્તિસિંહ ગોહિલનુ કચ્છમાંથી રાજકીય પતન થયા પછી પણ તેઓ કચ્છની હમેંશા ચિંતા કરતા આવ્યા છે. તો વડી અબડાસા બેઠકની ચુંટણી હોય ત્યારે સ્વાભાવીક રીતે જ તેમના અભિપ્રાય ખુબ અગત્યનો સાબિત થાય ત્યારે જીત માટે ઉમેદવારોની પસંદગી સમયે તેમણે ડો,શાંતીલાલ સેંધાણીનુ નામ સુચવ્યુ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. તો ત્યાર બાદના રાજકીય ગણીત માટે પણ કચ્છ મુલાકાત લે અને માર્ગદર્શન આપશે તે નક્કી છે. જો આંતરીક સુત્રોનુ માનીએ તો કચ્છમાંથી ધણા લોકોએ ટીકીટ માટે અને ટીકીટ અન્ય ઉમેદવારને મળે તે માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ પક્ષની ચિંતા સાથે અબડાસામાં કોગ્રેસની જીત થાય તો મજબુત નેતૃત્વ મળે તેવા ઉમેદવાર પર કોગ્રેસે પંસદગી ઉતારી ચુંટણીજંગમાં ઝપલાવ્યુ છે.
આવતીકાલે ભાજપમાં ઉમેદવાર ફોર્મ ભરશે અને જીતનો વિશ્ર્વાસ ભાજપ અને તેના ઉમેદવાર પહેલાજ વ્યક્ત કરી ચુક્યા છે. પરંતુ હવે કોગ્રેસે રાજકીય ઓપરેશન માટે ડો જેવા મજબુત ઉમેદવાર મેદાને ઉતારતા પક્ષપલ્ટો કરનાર બાપુનુ રાજકીય ઓપરેશન કરવાનુ મન બનાવ્યુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. જો કે કોગ્રેસની પંરપરા મુજબ શાંતીલાલની ઉમેદવારીને લઇ વિરોધ પણ થાય તેવી શક્યતા છે. પરંતુ હાલ કોગ્રેસ જોમમાં છે.