Home Current અંતે સત્તાવાર અબડાસા બેઠક માટે પદ્યુમનસિંહનુ નામ જાહેર; ટીકીટ મળતા બાપુએ શુ...

અંતે સત્તાવાર અબડાસા બેઠક માટે પદ્યુમનસિંહનુ નામ જાહેર; ટીકીટ મળતા બાપુએ શુ કહ્યુ? જોવો વિડીયો

2092
SHARE
લાંબા સમયની અટકળો બાદ કોરોના મહામારી પહેલા અબડાસાના કોગ્રેસી ધારાસભ્યો ભાજપના ગુણગાન ગાતા ભાજપમાં જોડાયા હતા. અને ત્યારથી નક્કી હતુ કે બાપુ પક્ષપલ્ટો કર્યા બાદ અબડાસા બેઠકની પેટાચુંટણી માટે ભાજપના ઉમેદવાર હશે દોઢ મહિનાથી ભાજપે અબડાસા બેઠક પર પદ્યુમનસિંહના ચહેરા સાથે ચુંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો ત્યારે આજે ગુજરાતની 7 બેઠકો માટે ભાજપે સત્તાવાર યાદી જાહેર કરી હતી. અને જેમાં અબડાસા બેઠક માટે પહેલાથી નક્કી એવા પદ્યુમનસિંહ જાડેજાનુ નામ જાહેર કર્યુ હતુ. ટીકીટ જાહેર થયા બાદ પદ્યુમનસિંહ જાડેજાએ પ્રતિક્રીયા આપતા ભાજપના પક્ષપ્રમુખ સી.આર.પાટીલ કચ્છ ભાજપના પ્રમુખ તથા અન્ય ચુંટાયેલા પ્રતિનીધીઓનો આભાર માન્યો હતો. સાથે નર્મદા,શિક્ષણ સહિતના જે પ્રશ્ર્નો અબડાસા વિધાનસભા ક્ષેત્રને અસરકરતા છે તે પ્રજા વચ્ચે લઇ જઇ તેઓ ચુંટણી મેદાનમાં આગળ વધશે
ઇતિહાસ બદલવાનો વિશ્ર્વાસ સાચો ઠરેશ?
લોકોની જાગૃતિ કહો કે આંતરીક રાજકારણ અબડાસા બેઠકે હમેંશા કઇક નવુજ કર્યુ છે અને મોટા રાજકીય નેતાઓના ગણીત પણ ઉંધા વાડ્યા છે. જો કે ભાજપ આ સમીકરણ જાણતુ હોવા છંતા કમીટમેન્ટ સાથે આગળ વધ્યુ અને ઇતિહાસને નજરઅંદાજ કરી અથવા બીજા રાજકીય ગણીત સાથે ફરી બાપુને ટીકીટ ફાળવણી કરવા સાથે જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કરી ઇતિહાસ બદલવાનો દાવો કર્યો છે ત્યારે પદ્યુમનસિંહ પણ માની રહ્યા છે. કે તેઓ ઇતિહાસ બદલી રીપીટ થશે જો કે કોગ્રેસના મજબુત માળખા સાથે ભાજપે આંતરીક જુથ્થવાદને પણ ખાળવાનો છે. કેમકે ભલે જેન્તીભાઇની હત્યા પછી ભાજપનો મોટો આંતરીક જુથ્થવાદ સામે આવ્યો નથી પરંતુ ચુંટણીમાં તે ભાગ ભજવે તેવુ રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. ત્યારે ભાજપનો વિશ્ર્વાસ કેટલો સાચો ઠરે છે તે જોવુ રહ્યુ
ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને કોગ્રેસ પણ એકાદ દિવસમાં મુરતીયાની જાહેરાત કરી શકે છે. અને ત્યાર બાદ ખરાખરીનો જંગ શરૂ થશે જો કે અબડાસાના જાણકારો માને છે. કે જો પાટીદાર અથવા સ્થાનીક કોઇપણ ઉમેદવારને કોગ્રેસ મેદાને ઉતારશે તો ભાજપ માટે જીત સરળ નહી રહે પરંતુ જો બારાતુ ઉમેદવાર આવશે તો ભાજપનો જીતનો વિશ્ર્વાસ વધુ મજબુત બનશે