Home Social વડાપ્રધાન મોદીના પ્રિય ‘મોર’ શુ કચ્છમાં કોઇને પ્રિય નથી? 25 મોરના મોત...

વડાપ્રધાન મોદીના પ્રિય ‘મોર’ શુ કચ્છમાં કોઇને પ્રિય નથી? 25 મોરના મોત પછી પણ બધા મૌન!

1123
SHARE
કચ્છમાં જેને ધ-ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડના અસ્તિત્વ સામે જોખમ ઉભુ કર્યુ અને અનેક મોરના મોતનુ કારણ બની તેવી પવનચક્કી અને તેના વિજવાયરો સતત મોરના મોત માટે નિમીત બની રહ્યા છે. એક તરફ તાજેતરમાંજ આપણા રાષ્ટ્રીય પક્ષી મોર સાથેના ફોટો સેર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો પક્ષીપ્રેમ અને તેની સાથેના સુંદર ફોટો મુકી એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો હતો ત્યા કચ્છમાં 2 વર્ષથી અનેક મોર તથા પક્ષી મોતને ભેટી રહ્યા છે. છંતા વિન્ડ કંપનીઓ સામે લાચાર કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓ કે તંત્ર ગંભીર નથી. તેવુ ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યુ છે. આજે અબડાસાના સમડાં ગામની સિમમાં સુઝલોન કંપનીના વિજવાયરથી વધુ એક મોરના મોત સાથે કચ્છમાં થોડા સમયમાંજ 25થી વધુ મોર-ઢેલના મોતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જો કે તંત્ર તરફથી સત્તાવાર મોરના મોતના આંકડા અત્યાર સુધી સામે આવ્યા નથી
વડાપ્રધાનના પ્રિય મોર પણ કચ્છમાં નો ‘મોર’
કચ્છના અબડાસા,નખત્રાણા લખપત,માંડવી સહિતના પચ્છિમી વિસ્તારોમાં મોરની સંખ્યા વિશેષ છે. પરંતુ વિજકંપનીના કચ્છમાં પગપેસારા સાથે તેમના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયુ છે. ભલે મોરની સંખ્યા મુજબ મોતનો આંકડો કદાચ નાનો લાગતો હશે પરંતુ મામલો ચોક્કસથી ગંભીર છે. અને એનાથી પણ ગંભીર મામલો એ છે કે ચુંટાયેલા પ્રતિનીધીઓ અને કચ્છનુ વહીવટી તંત્ર અસરકારક કામગીરી માટે સજાગ નથી મૌન છે કેટલાક કિસ્સાઓમાં તંત્રએ વિજલાઇન અન્ડરગ્રાઉન્ડ કરવાના હુકમ કર્યા છે. પરંતુ તે કાર્યવાહી માત્ર કાગળ પર જ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. કેમકે અબડાસામાં કલેકટરના હુકમ છંતા ધોરાડ સેન્ચ્યુરી નજીક વિજલાઇન અન્ડરગ્રાઉન્ડ નંખાઇ નથી. તો અત્યારે પણ આકસ્મીક ધટનાઓ ગણી વનવિભાગ અને તંત્ર માત્ર કાગળી કાર્યવાહી કરી રહી છે. ત્યારે જેના પ્રત્યે વડાપ્રધાને પોતાની સંવેદના દર્શાવી શુ તેના પ્રત્યે કચ્છમાં કોઇને ચિંતા નથી તે પ્રશ્ર્ન થાય…
રાષ્ટ્રીય પક્ષી મોર રાજકીય મુદ્દો પણ બની ગયો
કચ્છમાં પક્ષીઓના વિજવાયરના અવરોધથી થતા મોત મામલે ધણા પક્ષીવિદ્દો ચિંતીત છે. પરંતુ કોઇની જવાબદારી નિશ્ર્ચિત કરી અત્યાર સુધી તંત્રએ કાર્યવાહી કરી નથી તે સત્ય છે. તો પક્ષીઓના મોત મામલે થોડા સમય પહેલા કલેકટર કચેરી સુધી ધરણા કરનાર અબડાસાના પુર્વ ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા હવે મૌન થઇ ગયા છે. આજે નખત્રાણામાં એક ખાનગી કાર્યક્રમ દરમ્યાન પણ આ મુદ્દે ભાજપ-કોગ્રેસ વચ્ચે રાજકારણ થયુ હતુ જેમાં કોગ્રેસે મોરના મોત મામલે ભાજપની બેવડી નીતીની ટીકા કરી હતી. તો ભાજપના સ્થાનીક આગેવાને મોરના મોતના મામલાને ગંભીર ગણ્યો ન હતો. આમ પહેલા સંવેદના અને રાષ્ટ્રીય ભાવના સાથે મોરના મોતને જોતા નેતાઓ હવે રાજકીય ચુંટણી મુદ્દામાં પણ તેને સમાવી રહ્યા છે. પરંતુ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત અટકે કઇ રીતે અને તંત્ર કડક હાથે કામ કોઇ પગલા લે તે માટે કોઇએ ધારદાર રજુઆત કે અસરકારક કામગીરી માટે ટકોર કરી નથી અને મૌન રહ્યા છે. તે પછી કચ્છના ધારાસભ્ય હોય કે સાંસદ.
કચ્છમાં વિજળી ક્રાન્તિ એ બહુ સારી બાબત છે. હજુ પણ કચ્છમાં ધણા વિજ ઉત્પાદન માટેના પ્રોજેક્ટો આવી રહ્યા છે. પરંતુ ચિંતાનો વિષય એ છે. કે રાષ્ટ્રીય સંવેદના ભુલી પર્યાવરણ અને જીવશ્રૃષ્ટ્રીને નુકશાન કરતી આવી વિન્ડએનર્જી કંપની સામે કેમ કડક કાર્યાવાહી માટે સંલગ્ન તંત્ર લાજ કાઢી રહ્યુ છે. સાથે કાયદેસર મજબુત કાર્યવાહી પણ થતી નથી. જો કે જવાબદારોના મૌન વચ્ચે ધણા પક્ષીપ્રેમીઓ આ મુદ્દે લડી રહ્યા છે. અને ન્યુઝ4કચ્છ પરોક્ષ રીતે તેમની સાથે કચ્છના હિતમાં હમેંશા રહેશે..જો કે આશા છે. કે હવે કચ્છના મોદી ફેન નેતાઓ-કાર્યક્રરો મોર પ્રત્યે વડાપ્રધાનની સંવેદનાનુ અનુકરણ કરે..