અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણની અસર કચ્છમાં સતત ત્રીજા દિવસે જોવા મળી હતી. જ્યા પ્રથમ દિવસે પુર્વ કચ્છના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો હતો. ત્યા ગઇકાલે અંજાર,ગાંધીધામ,ભુજ,માંડવી અને અબડાસા સહિતના વિસ્તારોમાં સાર્વત્રીક 1થી3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો આજે ત્રીજા દિવસે પણ કચ્છમાં સમુદ્રમાં સર્જાયેલા દબાણની અસર દેખાઇ હતી અને વહેલી સવારે રાપર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ બપોરના નખત્રાણા પાવરપટ્ટી તથા ખાવડાના અમુક વિસ્તારોમાં વરસાદની હાજરી નોંધાઇ હતી. ગઇકાલે જ્યા સાર્વત્રીક વરસાદ અંજારમાં નોંધાયો હતો ત્યા આજે રાપરમાં બે ઇંચ જેટલો વરસાદ વહેલી સવારે પડ્યો હતો. તો નખત્રાણા અને તેની આસપાસના નિરોણા,નેત્રા,ઢોરી સહિતના અનેક ગામોમાં વરસાદ નોંધાયો હતો અને ગામમાં પાણી ફરી વળ્યા હતા
ખેડુતોને નુકશાન 1 નુ વિજળી પડતા મોત
એક તરફ જ્યા ચૌમાસામાં કચ્છમાં રેકર્ડબ્રેક વરસાદ નોંધાયો હતો જેને પગલે ખેડુતોને રોકડીયા અને બાગાયતી પાકોમાં મોટુ નુકશાન ગયુ હતુ. તો કેટલાક ખેડુતોએ ઉત્પાદન ઓછુ આવવાની ચિંતા પણ વ્યક્ત કરી હતી. ત્યારે સતત ત્રીજા આસો નવરાત્રીના પ્રારંભે વરસાદ પડતા કપાસ,મગફળી,તલ,ગુવાર જેવા પાકોમાં ખેડુતોને નુકશાન ગયુ હોવાનુ વિવિધ વિસ્તારના ખેડુતોએ જણાવ્યુ હતુ. અને સરકાર ઝડપથી સહાય ચુકવે તેવી માંગ સાથે હવે વધુ વરસાદ ન પડે તેવી પ્રાથના પણ કરી હતી. તો બીજી તરફ સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે બપોર બાદ સર્જાતા વરસાદી માહોલ વચ્ચે ઢોરી ગામે વિજળી પડતા એક યુવકનુ મોત પણ થયુ છે. યુવાન સીમમાં પશુઓ ચરાવા માટે ગયો હતો અને ત્યારે વિજળી પડતા તેનુ મોત થયુ છે. મૃત્દેહને હોસ્પિટલમાં ખસેડાયો છે. જો કે સપરના દિવસોમાં યુવાનના મોતથી ગામમાં શોક ફેલાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ પાંચ દિવસ સુધી વાતાવરણમાં પરીવર્તન સાથે હળવાથી ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી અપાઇ છે. જેની ત્રણ દિવસથી કચ્છમાં અસર જોવા મળી રહી છે. એક તરફ જ્યા રાત્રે ઠંકક દિવસે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યા સાંજે ભુજ સહિત કચ્છમાં વરસાદી માહોલ બંધાતા જનજીવન પર તેની અસર દેખાઇ રહી છે