Home Current અબડાસા ચુંટણીનુ ચિત્ર સ્પષ્ટ 10 ઉમેદવારો વચ્ચે જંગ; બે અપક્ષ હાર-જીતની બાજી...

અબડાસા ચુંટણીનુ ચિત્ર સ્પષ્ટ 10 ઉમેદવારો વચ્ચે જંગ; બે અપક્ષ હાર-જીતની બાજી પલ્ટી શકશે?

1220
SHARE
અબડાસા ચુંટણીને લઇને આજે ઉમેદવારી પરત ખેંચવાના અંતીમ દિવસે 9 લોકો પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. અને 3 તારીખે 10 લોકો માટે મતદારો મતદાન કરશે જો કે અપક્ષ કે અન્ય રાજકીય પાર્ટીઓના બેનર હેઠળ ચુંટણીમાં જંપલાવનાર કેટલા સફળ થશે તે તો 10 તારીખેજ ખબર પડશે પરંતુ બે અપક્ષ ઉમેદવારોની દાવેદારીથી ચુંટણીજંગની ચર્ચા ચોક્કસથી રસપ્રદ બની છે. તો ગુપ્તચર એજન્સીઓ સહિત ભાજપ-કોગ્રેસના રાજકીય નિષ્ણાંતો પણ તેમની અવગણના વગર નવા રાજકીય ગણીત માંડવા બેઠા છે. જેમાં અપક્ષ ઉમેદવાર પૈકી હનીફ જાકબ પડયાર અને ઇબ્રાહીમ જાફર હાલેપોત્રાની દાવેદારીથી ચુંટણીજંગ ચોક્કસ રસપ્રદ બનશે તેવુ જાણકારો માની રહ્યા છે. આજે તમામ પ્રક્રિયાના અંતે રાષ્ટ્રીય પાર્ટીઓ સિવાયના ઉમેદવારને ચુંટણી ચિન્હ પણ અપાયા હતા.
આ છે અબડાસા બેઠકની ચુંટણીના મુરતીયા
ગુજરાતની 8 વિધાનસભા ચુંટણીઓમાં સૌથી વધુ દાવેદારી અબડાસા બેઠક માટે થઇ હતી અને કોગ્રેસના ગઢમાં ગાબળુ પાડવા માટે ભાજપે અપક્ષ ઉમેદવારો મેદાને ઉતાર્યા હોવાના આક્ષેપો અને ચર્ચા પણ થઇ હતી. જો કે અમુક ઉમેદવારી રદ્દ થયા બાદ આજે 9 લોકોએ અંતિમ દિવસે પોતાની દાવેદારી પાંછી ખેંચી હતી જ્યારે હવે ઉપરોક્ત ઉમેદવારો ચુંટણીજંગ માટે માન્ય રહ્યા છે. (1) પદ્યુમનસિંહ જાડેજા-ભાજપ,(2) શાંતિલાલ સેંધાણી-કોગ્રેસ,(3) આકુબ આચર મુતવા- બહુજન મુક્તિ પાર્ટી, (4) મહેશ્ર્વરી રામજી આશા -ભારતીય જન પરિષદ,(5) મેળવાળ ભીમજી ભીખા -બહુજન મહા પાર્ટી ,(6) અમૃત લધાભાઇ પટેલ – અપક્ષ,(7) ઇબ્રાહીમ જાફર હાલેપોત્રા અપક્ષ,(8) પડયાર હનીફ જાકબ અપક્ષ,(9) બ્રહ્મક્ષત્રિય ભગવતીબેન ખેતસિંહ અપક્ષ,(10) રમણીક શાંતિલાલ ગરવા અપક્ષ તરીકે ચુંટણી લડશે દાવેદારોમાં એક મહિલાએ પણ ઝંપલાવ્યુ છે.
શુ અપક્ષ થશે સફળ? કે પછી ભાજપ-કોગ્રેસ વચ્ચે જંગ!
અત્યાર સુધીની અબડાસામાં યોજાયેલી 14 વિધાનસભા ચુંટણીઓ પૈકીની 10 ચુંટણીમાં કોગ્રેસે વિજય મેળવી પોતાના હાથ ઉપર રાખ્યો છે. જ્યારે 3 વાર ભાજપ અને એકવાર અપક્ષ અબડાસા વિધાનસભાની ચુંટણીમાં જીત મેળવી શક્યુ છે. જો કે દોઢ દાયકામાં બદલાયેલા સમિકરણમાં ભાજપ-કોગ્રેસના આંતરીક જુથ્થવાર અને અપક્ષ ઉમેદવારની રણનીતી થોડા અંશે સફળ રહી છે. તેવામાં વર્તમાન ચુંટણીમાં પણ સ્વયંભુ કે રાજકીય કે અન્ય હિતો માટે ઉભેલા અપક્ષ ઉમેદવારો ચુંટણી ગણીતમાં ચોક્કસ ફરક પાડશે તેવુ અત્યારની સ્થિતી જોતા લાગી રહ્યુ છે. જો કે ચુંટણીમાં કત્લની રાત વધુ મહત્વની હોય છે. અને તે દિવસે જે પાર્ટી સોગઠા ગોઠવી ગયુ તેનો વિજય નક્કી છે. જો કે તમામ સમિકરણો અને ભુતકાળના આંકડાઓ જોતા અત્યારની સ્થિતીમાં કોગ્રેસ વધુ મજબુત જણાઇ રહી છે. જો કે મુસ્લિમ સમાજના આગેવાનોના સ્પષ્ટ સંકેત છંતા અપક્ષ ઉમેદવારી કરનાર બન્ને ઉમેદવારોએ ચુંટણી ચોક્કસ રસપ્રદ બનાવી છે. પરંતુ રાજકીય નિષ્ણાંતો ભાજપ કોગ્રેસ વચ્ચે સીધો જંગ જોઇ રહ્યા છે
કોરોના મહામારી વચ્ચે ચુંટણીજંગએ ચોક્કસ લોકોમાં આકર્ષણ જમાવ્યુ છે. સાથે-સાથે પક્ષપલ્ટુ અને રાજકીય પાર્ટીઓના ગતકડા અને ભાષણો લોકોને હાસ્યરસ પણ પુરૂ પાડી રહ્યા છે. 3 તારીખ સુધી અથાગ મહેનત અને વચનોની ભરમાર ઉમેદવારો આપશે પરંતુ એક દિવસના રાજા 3 તારીખે પોતાનુ ગુપ્ત મતદાન કરી પેટાચુંટણીના રાજા પર મહોર મારશે એ 10 માંથી કોણ બને છે. તે જોવુ રહ્યુ…