ભુજના ભરચક એવા રાવલવાડી રીલોકેસન સાઇટ ના રધુવંશીનગરમાં આવેલા શિવમ પાર્ટી પ્લોટમાં માળી તરીકે કામ કરતા શિવસહાય માધાપ્રસાદ ત્રિવેદ્રી ઉ-40 મુળ રહે યુપી ની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી શિવમ પાર્ટી પ્લોટના નરોત્તમભાઇ પોકારના પાર્ટી પ્લોટમાં માળી તરીકે છેલ્લા બે વર્ષથી કામ કરતા શિવસહાય ત્રિવેદ્રી આજે સવારે પાર્ટી પ્લોટ નજીક બહારના ભાગે મૃત હાલતમાં પડ્યા હતા. આસપાસ રહેતા લોકોએ આ અંગે માલિક નરોત્તમભાઇને જાણ કરતા તેઓ પહોચ્યા હતા અને ધટના અંગે પોલિસને જાણ કરાઇ હતી. હત્યાની જાણ થતા એ ડીવીઝન પોલિસ સ્ટાફ સહિત મહત્વની એજન્સી LCB,SOG ના અધિકારીઓ પણ તપાસ માટે પહોચ્યા હતા. અને ડોગ સ્કોડની મદદથી હત્યાનો ભેદ ઉકેલવા કવાયત શરૂ કરી હતી. સ્થળ પર પહોચેલા DYSP જે.એન પંચાલે જણાવ્યુ હતુ. કે હત્યામાં કોઇ જાણભેદુના હાથ હોય તેવી શક્યતા છે અને રાત્રે ભોજન સાથે લીધા બાદ કોઇ બાબતે ઝધડો થતા આ હત્યા થઇ હોવાની પ્રબળ શક્યતા છે. પાવડાના હાથા વડે માર મરાતા મોત થયુ હોવાનુ પ્રાથમીક તારણ સામે આવ્યુ છે. ડોગ સ્કોડ સહિત સર્વેલન્સની મદદથી પોલિસે હત્યાનો ભેદ ઉકેલવા પ્રયત્નો શરૂ કર્યા છે. ભુજના ભરચક કહી શકાય તેવા વિસ્તારમાં હત્યાની બનેલી ધટનાની સમગ્ર શહેરમાં ચર્ચા છે. મૃત્દેહને હોસ્પિટલ ખસેડી પોલિસે હત્યાનો ભેદ ઉકેલવા તપાસ તેજ કરી છે.