અબડાસાની ચુંટણી દિવસે-દિવસેને રંગ જમાવી રહી છે. એક તરફ જ્યા રાજકીય પાર્ટીઓએ મોટા નેતાઓને મેદાને ઉતાર્યા છે. ત્યા બીજી તરફ વિકાસ-વાયદાની વાતો વચ્ચે મોટા રાજકીય ખળભડાટ સર્જતા આક્ષેપ-પ્રતિઆક્ષેપો પણ શરૂ થઇ ગયા છે. જો કે રાજપુત ક્ષત્રિય યુવા સભાના બેનર હેઠળ ભાજપના ચુંટણી પ્રચાર માટેના પ્રવાસ પોસ્ટરો સાથેની એક પોસ્ટ સોસીયલ મિડીયામાં હાલ ખુબજ વાયરલ થઇ રહી છે. જેમાં ધારાસભ્ય માંડવી અને ક્ષત્રિય રાજપુત સમાજના કચ્છના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા તેમના પુત્ર તથા વર્તમાન ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ જાડેજા તથા તેને પુત્રના ફોટો સાથેની સમાજના બેનર પર ચોકડી સાથેના લખાણ સાથેની પોસ્ટ ચર્ચાનુ કેન્દ્ર બની છે. જેમાં સમાજના નામે રાજપુત ક્ષત્રિય યુવા સભા રાજકારણ કરે તે કેટલુ યોગ્ય છે. તેવા સવાલો સાથે સમાજ જોગ જાગૃતિ સંદેશ કોઇ નામ વગર વહેતો કરાયો છે
કચ્છના કોગ્રેસી પ્રમુખ શક્તિસિંહનો પણ ઉલ્લેખ
રાજપુત્ર ક્ષત્રિય યુવા સભાના બેનર અને બાજુમાં લખાણ સાથેની પોસ્ટ આજે સોસીયલ મિડીયામાં વાયરલ થઇ હતી. જેમાં કોઇ નામ વગર સમાજના લોકોને સંદેશો અપાયો હતો અને માત્ર ભાજપ માટે સમાજના આગેવાનો બી-ટીમ બની કામ કરી રહ્યા છે. અને સમાજના બેનરનો માત્ર ઉપયોગ કરે છે. અને પી.એમ.જાડેજા સાથે ધંધાકીય ભાગીદારી હોવાથી સમાજના ટુકડા કરવા કેટલા યોગ્ય તેવો સવાલ પુછાયો છે અને સાથે કચ્છ કોગ્રેસના પ્રમુખ પણ ક્ષત્રિય છે તો તેમના માટે કેમ કાઇ નહી તેવા સવાલ સાથે સમાજના યુવાનો આવા સમાજ દ્રોહી યુવાનોને ઓળખે શક્તિસિંહના નામનો પણ આ પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે અને રાજયસભામાં જતા દગો દેનાર લોકો છે. તેવુ પણ લખી સમાજના બેનરનો ઉપયોગ કરનાર લોકો છે. માટે જાગૃત રહેજો તેવુ લખાણ પણ લખાયુ છે. જો કે મામલો સમાજીક છે. પરંતુ આવી પોસ્ટ વાયરલ થતા તેની ચર્ચા ચોરે ને ચોકે છે.
વાયરલ પોસ્ટ મામલે હજુ સમાજના આગેવાનોની કોઇ જાહેર પ્રતિક્રીયા નથી આવી પરંતુ સામાજીક બેનર હેઠળ રાજકીય ચુંટણી મેદાનમાં એક તરફી જુકાવની ખુબ ટીકા થઇ રહી છે. તાજેતરમાં પણ જ્યારે કંપની સાથેના આપસી મનદુખ પછી મામલો પોલિસ ચોપડે ચડ્યા બાદ ધારાસભ્યના પુત્રના સમર્થનમાં સમાજ ઉતરતા અનેક ચર્ચાઓ થઇ હતી. તેવામાં હવે સમાજના બેનરનો રાજકીય એક તરફી જોક ફરી ચુંટણીના ગરમાતા માહોલ વચ્ચે ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે. ચુંટણી સમય દરમ્યાન આ રાજકીય હથકંડો પણ હોઇ શકે પરંતુ તેમા લખાયુ છે. તે સત્યની નજીક હોવાનો ગણગણાટ છે.