Home Current કચ્છ આવેલા સી.આર.પાટીલે કેમ ઓપન ચેલેન્જ સાથે સાંસદ પદેથી રાજીનામાની વાત કરી

કચ્છ આવેલા સી.આર.પાટીલે કેમ ઓપન ચેલેન્જ સાથે સાંસદ પદેથી રાજીનામાની વાત કરી

1470
SHARE
ચુંટણીના પ્રચાર-પ્રસાર દરમ્યાન સ્થાનીક મુદ્દા અને સરકારની નિષ્ફળતા સફળતા વચ્ચે વ્યક્તિગત રીતે પણ નેતાઓ ટાર્ગેટ થઇ રહ્યા છે. તાજેતરમાંજ મુખ્યમંત્રીએ કોગ્રેસી ધારાસભ્યની દારૂ પાર્ટી અને અમિત ચાવડાના નેતૃત્વ પર સીધા સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે આજે કોગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પર સીધુ નિશાન તાક્યુ હતુ. અને એક જાહેરસભા દરમ્યાન તેઓએ સી.આર.પાટીલ દારૂ ભરેલી ગાડીનુ પેટ્રોલીંગ કરતા અને અસંખ્ય કેસો જેના પર છે. તેવા સી.આર.પાટીલને ભાજપે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. જો કે તેમના આ નિવેદન પર કચ્છના નખત્રાણા ખાતે જાહેરસભા સંબોધવા આવેલા સી.આર.પાટીલે જવાબ આપ્યો હતો અને અર્જુન મોઢવાડીયાને જુઠવાણીયા કહી ઓપન ચેલેન્જ ફેકી સાંસદ પદેથી રાજીનામુ આપવાની વાત કરી હતી.
નખત્રાણાથી અર્જુન મોઢવાડીયાને જવાબ
અર્જુન મોઢવાડીયાએ સી.આર.પાટીલ પર કરેલા વ્યક્તિગત પ્રહારનો જવાબ નખત્રાણા આવેલા સી.આર.પાટીલે આપ્યો હતો અને અર્જુન મોઢવાડીયાનુ નામ તેઓએ જુઠવાડીયા રાખ્યુ હોવાનુ કહી હાર ભાડી ગયેલા કોગ્રેસના નેતાઓ આવા વાણીવિલાસ કરી રહ્યા હોવાનુ કહ્યુ હતુ સાથે તેઓએ ઓપન ચેલેન્જ ફેકી જણાવ્યુ હતુ કે મારા પર એકપણ કેસ હોય તો તેના પુરાવા આપે હુ સાંસદના પદ્દેથી રાજીનામુ આપી દઇશ સાથે અર્જુન મોઢવાડીયાને ચેલેન્જ ફેંક્યુ હતુ કે જો મોઢવાડીયાના આરોપ સાબિત ન થાય તો તેઓ રાજકારણ છોડવા તૈયાર છે. હાર્દીક પટેલ અને અર્જુન મોઢવાડીયા પર નિશાન તાકતા તેઓએ જણાવ્યુ હતુ ચુંટણી પછી ગુજરાતમાં કોગ્રેસમાં ધણા ફેરફારો છે અને ઇટલીથી ચાલતુ કોગ્રેસ ઘરભેગા કરી દેશે હાર્દીક જેવા નેતાઓને..તો અર્જુન મોઢવાડીયા સામે અગાઉ અનેક ફરીયાદો થઇ હોવાનો પ્રતિઆક્ષેપ સી.આર.પાટીલે કર્યો હતો
કમલમ તુલા અને ખીંચોખીંચ જનમેદની
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર કચ્છ આવેલા પ્રદેશ પ્રમુખને આવકારવા માટે કાર્યક્રરોમાં ગજબનો ઉત્સાહ હતો અને આજ ઉત્સાહમાં ભુજના એરપોર્ટથી લઇ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન પબ્લીકની ભારે ભીડ સાથે સોસીયલ ડિસ્ટન્ટનો ભંગ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન દેખાયો ભુજ એરપોર્ટ પર ભાજપના મહિલા મોરચા સહિતના અન્ય મોરચાના કાર્યક્રરો મોટી સંખ્યામાં સ્વાગત માટે પહોંચી આવ્યા હતા અને જાણે કોરોના હોય જ નહી તે રીતે સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. તો નખત્રાણાનો કાર્યક્રમ પુર્ણ થયા બાદ પણ ફોટો પડાવવા સહિત મુલાકાત માટે ભારે ભીડ જોવા મળી હતી. તો નખત્રાણા ખાતે યુવા સંગઠન કાર્યકરોથી સંવાદ સાથે સી.આર.પાટીલનુ કાર્યક્રમ બાદ ડ્રેગ્ન ફ્રુટ(કમલમ) ફ્રુટથી તોલવામા આવ્યા હતા
નખત્રાણા પ્રચાર માટે આવેલા સી.આર.પાટીલે કાર્યક્રરોને ચુંટણી મેદાનમાં ઉતરી 50,000 મતોથી વિજયી બનાવવા માટે અપિલ કરી હતી. સાથે બુથ લેવલે કચ્છના સંગઠને કરેલી કામગીરીની પ્રશંસા કરી વડાપ્રધાન સુધી કચ્છની પ્રસંશા પહોચી હોવાનુ કહી કાર્યક્રરોમાં નવો ઉત્સાહ ભરવાનુ કામ કર્યુ હતુ કચ્છના સાંસદ વિનોદ ચાવડા,ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ મંત્રી વાસણ આહિર ભપેન્દ્રસિંહ ચુડાસમા કે.સી.પટેલ સહિત કચ્છના ધારાસભ્યો કાર્યક્રમમાં જોડાયા હતા. જો કે તેમની મુલાકાત ભાજપને કેટલી ફળે છે. તે જોવુ રહ્યુ..