Home Special ગુજરાતમાં ભાજપનુ અસ્તિત્વ ઉભુ કરનાર કેશુબાપાનુ નિધન;કચ્છમાં અનેકની આંખો ભીની થઇ

ગુજરાતમાં ભાજપનુ અસ્તિત્વ ઉભુ કરનાર કેશુબાપાનુ નિધન;કચ્છમાં અનેકની આંખો ભીની થઇ

1031
SHARE
કોગ્રેસનો ગુજરાતમાં સુર્ય મધ્યાહને હતો અને ત્યારેજ જનસંધ થી લઇ ભાજપનો પાયો નાંખવા સુધીમાં જેમનો સિંહફાળો રહ્યો છે. ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે જેઓ હંમેંશા યાદ રહેશે તેવા બાપાના હુલામણા નામે જાણીતા કેશુભાઇ પટેલનુ આજે નિધન થયુ છે. 24 જુલાઇ 1928ના વિસાવદરમાં કેશુભાઇનો જન્મ થયો હતો. તેમના પરિવારમાં તેમના પત્ની લિલાબહેન તથા 5 પુત્રો અને એક પુત્રી છે જેમને તેઓ સંતાપ કરતા છોડી ગયા છે. જો કે જનસંધના પ્રચારથી લઇ ભાજપની સ્થાપના અને ત્યાર બાદ મુખ્યમંત્રી તરીકેના તેમના સમયગાળા દરમ્યાન તેઓએ અનેકને પિતા-મોભી-વડિલ તરીકે સાંત્વના આપી છે. ત્યારે ગુજરાતમા આજે તેમના મોતથી ભારે શોક ફેલાયો છે. અને વર્તમાન મુખ્યમંત્રી વિજયરૂપાણી થી લઇ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના મૃત્યુનુ દુખ વ્યક્ત કર્યુ હતુ
કેશુભાઇ પટેલના મોત બાદ પ્રતિક્યાઓ
-કેશુભાઇ પટેલના મૃત્યુના સમાચાર સાથે ભાજપે ગુજરાતમાં એક દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી સાથે તેમના અંતિમ દર્શન માટે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પહોચ્યા હતા.
-કેશુભાઇનુ નિધન થતા ભાજપે ચુંટણી પ્રચાર એક દિવસ અટકાવ્યો હતો તો નિતીન પટેલનો કચ્છનો પ્રચાર કાર્યક્રમ રદ્દ કરી ભાજપે સાંજે શોંકાજલી અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજીત કર્યો છે.
-કચ્છ આવેલા કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતુ. કે ભાજપના જુના કાર્યક્રર છે. અને ગુજરાતમાં ભાજપને ઉભા કરવામાં તેમનો સિંહફાળો છે. તેમના મૃત્યુથી ગુજરાતને મોટી ખોટ પડી છે. ગુજરાતમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે તેઓ હમેંશા યાદ રહેશે
-કચ્છ આવેલા કોગ્રેસી નેતા અર્જુન મોઢવાડીયાએ પણ કેશુભાઇના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. અને ન માત્ર કેશુભાઇના પરિવાર પરંતુ ગુજરાતે એક વડિલ ગુમાવ્યા છે તેમ જણાવી કોઠાસુઝથી તેમના નેતૃત્વની પ્રશાંસા કરી હતી.
-કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ શોક વ્યક્ત કર્યો હતો. ગોકુળીયુ ગામ યોજનાના પ્રણેતા અને ભાજપના યુવાનોના પથદર્શક એવા કેશુભાઇના નિધનથી મોટી ખોટ પડી છે અને પરિવારને સાંત્વના પાઠવી હતી.
-બિહાર કોગ્રેસના પ્રભારી અને ગુજરાતના કોગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે પણ કેશુબાપાના નિધન પર શોક સંદેશ પાઠવ્યો હતો. અને ગુજરાત માટે તેમના યોગદાનને યાદ કર્યા હતા.
કચ્છના પુર્વ ધારાસભ્ય અને મંત્રી તારાચંદ છેડાએ પણ કેશુબાપાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમના નિધનથી ન પુરાય તેવી ખોટ પડી હોવાનુ જણાવ્યુ હતુ.
કચ્છના અનેક લોકો સાથે બાપાના પારિવારીક સંબધો
પુર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાથી લઇ અનેક ભાજપના નેતાઓના કેશુભાઇ માર્ગદર્શક રહ્યા છે. અને તેમની સાથે નિકટના સંબધો છે. ત્યારે આજે તેમના નિધનના સમાચારથી કચ્છ ભાજપ જ નહી પરંતુ જેમની સાથે વર્ષોથી બાપાએ સુખ દુખ વહેચ્યુ છે તેવા લોકોની આંખમાં બાપાના નિધનથી શોક ફેલાયો છે. કચ્છના પિઢ પત્રકાર અને જનસંધના કાર્યક્રર એવા રામભાઇ કરશનદાસ ઠક્કરે ભીની આંખે બાપા સાથેના ભુતકાળને વાગોળી તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને ભાજપમાં તેમના યોગદાનની વાતોને પણ યાદ કરી હતી. તો જુના જનસંધી એવા સંજય ત્રિક્રમદાસ પટેલ (એડવોકેટ) એ પણ તેમના પારિવારીક સંબધો તેમના પિતાની જનસંધમાં કચ્છની ભુમીકા અને રાજકીય ચડાવ ઉતાર વિષે વાત કરી એક રાજકીય નેતાની સાથે ગુજરાતે એક સારા શુભચિંતક ગુમાવ્યા છે તેમ જણાવી કચ્છમાં ગામડાઓના વિકાસ,ભુકંપ અને અનેક યોજનામાં કચ્છના મહત્તમ લાભ માટે તેઓ પ્રત્યનશીલ રહ્યા હોવાનુ કહી નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. કચ્છમાં સુરેશ મહેતા,મુકેશ ઝવેરી સહિત અનેક લોકો સાથે બાપાનો ઘરોબો રહ્યો છે.
કેશુભાઇએ રાજકીય નહી પરંતુ કચ્છ સાથે સામજીક વ્યવહાર પણ મજબુત રાખ્યો છે. કેશુબાપાના એક બહેન પણ કચ્છના માધાપાર ગામે પરણાવ્યા છે. તો અનેક લોકો સાથે બાપાના સંસ્મરણો જોડાયેલા છે. જે આજે તેના નિધન સાથે ફરી તાજા થયા છે. રાજકીય કે સામાજીક કેશુબાપાએ આપેલા તેમના યોગદાનની ખોટ ક્યારેય નહી પુરાય ભગવાન તેમની આત્માને શાંતી અર્પે એજ અભિવ્યર્થના…