27 તારીખે ભચાઉ તાલુકાના લાખાપર ગામેથી ઘર નજીકથીજ ગુમ થયેલી બાળકીની બીજી દિવસે લાશ મળતાજ પોલિસ દોડતી થઇ હતી અને ઉંડાણ પુર્વકની તપાસ સાથે બાળકી સાથે અધટીત થયુ હોવાની શંકા સાથે પોલિસે તપાસ શરૂ કરી હતી ત્યારે તપાસ દરમ્યાન કેસમાં નવો વંણાક આવ્યો છે અને 7 વર્ષીય બાળકીનુ અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનુ ગળુ દબાવી હત્યા કરી દેવાયાનુ તપાસમાં ખુલ્યુ છે. જો કે પોલિસે આ મામલે ગામના જ એક શખ્સ પ્રતાપ હમિર કોલી(મહાલીયા) ની ધરપકડ કરી લીધી છે. આરોપીએ પોલિસ તપાસમાં ગુન્હાની કબુલાત કરી છે
બાળકીને લલચાલી લઇ ગયો અને હવસ સંતોષી
27 તારીખે બાળકી પોતાના ઘરેથી સામેના ઘરે પાણી અંગે પુછા કરવા માટે નિકળી હતી. પરંતુ અચાનક જ બાળકી ગુમ થઇ ગઇ હતી પરિવારની શોધખોળ પછી મામલો પોલિસ સુધી પહોચતા પોલિસે અજગતુ બન્યુ હોવાની શંકા સાથે તપાસ શરૂ કરી હતી અને સમગ્ર ગામમાં સર્ચ કર્યુ હતુ અને બિજા દિવસે સવારે ઘરની બાજુમાંથી જ બાળકીની લાશ મળી આવી હતી જામનગર પી.એમ માટે મૃત્દેહને ખસેડાયા બાદ બાળકી સાથે દુષ્કર્મ થયાનુ ખુલ્યુ છે. અને ત્યાર બાદ તેનુ ગળુ દબાવી તેની હત્યા થઇ હોવાનો નિષ્ણાંતોએ અભિપ્રાય આપ્યો છે. સાથે પોલિસે અધમ કૃત્ય કરનાર આરોપીને પણ દબોચી લીધો છે. આરોપી પ્રતાપ કોલી લાખાપર ગામમાંજ રહે છે. અને 27 તારીખે બાળકીને લાલચ આપી તેની સાથે તે લઇ ગયો હતો અને દુષ્કર્મ બાદ બાળકીનુ ગળુ દબાવી તેની હત્યા કરી નાંખી હતી. જો કે હાલ આરોપી પોલિસની ગીરફ્તમાં છે. અને શંકમદોની પુછપરછ દરમ્યાન પ્રતાપની પુછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને ગુન્હાની કબુલાત કરી હતી
હજુ થોડા સમય પહેલાજ ભચાઉ નજીક જ આવો નાની બાળકી પર દુષ્કર્મ હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. તેવામાં 27 તારીખે ગુમ બાળકી મામલે પણ આવુજ થયુ હોવાની પ્રથમથી શંકા હતી. જો કે નાનકડા ગામમાં બનેલી ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની શંકા સાથે પોલિસે તપાસ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાંખ્યો છે. જો કે નાની બાળાઓ પર વધતા આવા બનાવો પોલિસ અને સામાજીક રીતે અનેક વિચાર માંગ લે તેવા છે.