Home Current કચ્છના બે પુર્વ અધિકારીઓ ભાજપના ઇશારે ચુંટણી પર પ્રભાવ પાડી રહ્યા છે....

કચ્છના બે પુર્વ અધિકારીઓ ભાજપના ઇશારે ચુંટણી પર પ્રભાવ પાડી રહ્યા છે. કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

2328
SHARE
અબડાસાની ચુંટણીના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો પોતાના મોટા નેતાઓને પ્રચાર માટે મેદાને ઉતારી રહ્યા છે. આજે નખત્રાણા ખાતે કોગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંધાણીના પ્રચાર માટે કોગ્રેસ પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડા,પ્રભારી રાજીવ સાંતવ,જયરાજસિંહ પરમાર સહિતના નેતાઓ આવ્યા હતા. ભાજપ પર પક્ષપલ્ટાના આક્ષેપો વચ્ચે આજે કોગ્રેસે ભાજપના પુર્વ લધુમતી આગેવાન અલિમામદ જતને કોગ્રેસી ખેસ પહેરાવ્યો હતો. અને ભાજપ વિરૂધ્ધ આગ જરતા ભાષણો કોગ્રેસી આગેવાનોએ કર્યા હતા જો કે મિડીયા સાથેની વાતચીતમા તેઓએ ભાજપ પર ગંભીર આરોપ મુકતા ચુંટણીપંચને આ અંગે ફરીયાદની વાત સ્થાનીક નેતાગીરીની નહી પરંતુ કોગ્રેસી અધ્યક્ષને કચ્છ આવી કરવી પડી હતી.
ભાજપના ઇશારે બે પુર્વ અધિકારી પ્રભાવ પાડી રહ્યા છે?
અગાઉ અપક્ષને ભાજપે ઉતાર્યા હોવાના આક્ષેપ કોગ્રેસ કરી ચુકી છે તો પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ પણ ભાજપની બી-ટીમ તરીકે કામ કરી અપક્ષને સપોર્ટ કરી ભાજપને ફાયદો કરવવા મહેનત કરતા હોવાના કોગ્રેસે આક્ષેપ કર્યા છે ત્યારે આજે સભામા ભાષણ દરમ્યાન પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપના ઇશારે કચ્છમાં ફરજ બજાવી ગયેલા બે પુર્વ અધિકારી કલેકટર અને પોલિસ અધિકારી ચુંટણી પ્રક્રિયા વચ્ચે પ્રભાવ પાડી કોગ્રેસ સમર્થન આપતા લોકોને હેરાન કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. અને ફોન દ્રારા તથા કચ્છમાં આવી બન્ને અધિકારીઓ વેપારી-કાર્યક્રરો પર પ્રભાવ પાડતા હોવાનો આક્ષેપ કરી ચુંટણીપંચમાં તેઓ ફરીયાદ કરશે તેમ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ. જો કે અમિત ચાવડાએ બન્ને અધિકારીઓના નામ લીધા વગર આ વાત કહી હતી
કચ્છના બે પુર્વ અધિકારીની ભુમીકા અંગે લાંબા સમયથી કચ્છમાં ચર્ચા ચાલી રહી છે. પરંતુ સ્થાનીક કોગ્રેસી નેતાઓએ આ મુદ્દે કોઇ ફરીયાદ કરવાની તસ્તી લીધી ન હતી પરંતુ આજે કોગ્રેસના પ્રદેશ અધ્યક્ષે આ મામલે ચુંટણીપંચમાં ફરીયાદ કરવાની વાત કરવા સાથે ભાજપ પર આકરા પ્રહારો કરતા ફરી અબડાસાની ચુંટણીમાં ગરમાવો આવ્યો છે. જો કે હવે જોવુ રહ્યુ કે કોગ્રેસની સ્થાનીક નેતાગીરી આ મામલે કાઇ આગળ પગલા લે છે કે નહી…